fbpx

પાટણની સરસ્વતી નદીના તટે આવેલા કુવારીકા કાંઠા ની શ્રી મેલડી માતાજી ની ભક્તિ સભર માહોલમાં રજવાડી રમેલ યોજાઈ…

Date:

પાટણ તા. ૧૬
પાટણની સરસ્વતી નદીના તટે આવેલા કુવારીકા કાંઠાની શ્રી મેલડી માતાજીની ભવ્ય રજવાડી રમેલ જેઠ સુદ આઠમની રઢીયાળી રાત્રે ભક્તિ સભર માહોલમાં હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે પાટણ પંથકના વિવિધ દેવી-દેવતાઓના ભુવાજીના સાનિધ્યમાં યોજવામાં આવી હતી.

કુવારીકાઠાની શ્રી મેલડી માતાજી ની રજવાડી રમેલ માં ઉપસ્થિત રહેલા પાટણ પંથકના વિવિધ દેવી-દેવતાઓના ભુવાજીઓએ માતાજીની સન્મુખ પાઠ પર બેસી વિશ્વ કલ્યાણની કામના સાથે દિન દુખિયા ના પ્રશ્નોનું નિરાકરણ કરી રૂડા આશીર્વાદ પાઠવી સવારે 7:00 કલાકના શુભ મુહૂર્તમાં તેલ ફૂલની વિધિ સંપન્ન કરી હતી.

શ્રી મેલડી માતાજી ની રજવાડી રમેલમાં ઉપસ્થિત રહેલા પાટણ પંથકના શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
સરસ્વતી નદીના તટે બિરાજમાન કુવારિકા કાંઠાની શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા મંદિરના પૂજારી સહિત ટ્રસ્ટીગણ તેમજ શ્રી મેલડી માતાજીના ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

કાંસા હાઈસ્કૂલમાં ધોરણ 10 તેમજ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો…

પાટણ તા. 28સરસ્વતી તાલુકાના કાંસા ની શ્રી .એસ.પી .ઠાકોર...