ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા શિક્ષકનું મતદાનની કાપલીઓ વિતરણ દરમિયાન હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું..

પાટણ તા. ૩૦
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલા શિક્ષક મંગળવાર ના રોજ મતદાનની કાપલીઓનું વિતરણ કરવા માટે નિકળ્યા હતાં ત્યારે તેઓને છાતીના ભાગે દુખાવો ઉપાડતા તેઓ ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા સિધ્ધપુરના શિક્ષણ આલમ સહિત મૃતકના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ સિદ્ધપુર તાલુકાના ખળી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને આગામી લોકસભાની ચૂંટણી ની કામગીરીમાં જોડાયેલા પ્રવીણકુમાર બાબુલાલ તુરી મંગળવારે બપોરના સુમારે મતદાન ની કાપલીયો વિતરણ કરવા માટે નીકળ્યા હતા ત્યારે અસહ્ય ગર્મીના કારણે અચાનક તેઓને છાતીના ભાગે દુખાવો થતાં તેઓ ઢળી પડ્યા હતા.

માર્ગ પર ઢળી પડેલા શિક્ષકને લોકોએ તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા સિદ્ધપુરના શિક્ષણ જગતમાં તેમજ મૃતક શિક્ષકના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. સિધ્ધપુરમાં શિક્ષકનું મતદાનની કાપલી ઓનું વિતરણ કરતા કરતા હાર્ટ અટેક થી મોત નિપજ્યું હોવાની ઘટના બનતાં ગમગીની  છવાઈ  હતી.