પાટણમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું

શહેરના મુસ્લીમ સમાજના વિવિધ મહોલ્લા પોળોમાં રોશની અને સજાવટ કરાઇ…

પાટણ તા. 28 પાટણ શહેરમાં ગુરૂવારના રોજ ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા ની વિલાદત ની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે શહેરમાં ઇદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા હતા. ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ મુસ્તફા ની વિલાદત ની યાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી ના પર્વ પ્રસંગે શહેર ના ઈકબાલ ચોક થી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત ના આગેવાનો જોડાયા હતા .

આ જુલૂસમાં વિવિધ બેનરો અને સરકાર કી આમદ મરહબા ના ઝંડાઓ એ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલુ ઝુલુસ શહેર ના વિવિધ વિસ્તારોમાં ફરી પરત પોતાના મહોલ્લામાં ગયું હતું .આ જુલુસ મા મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો, બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના ઈક્બાલ ચોક , ટાંકવાડા, બોકરવાડા, પાંચપાડા, ગંજ શહીદ પીર સહિત ના વિવિધ વિસ્તારો માં ઇદેમિદ્દુલહુલાબી ની ખુશી માં ભવ્ય રોશની અને સજાવટ કરવામાં આવી હતી .

અહેવાલ યશપાલ સ્વામી