fbpx

પાટણના સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ઈંટો ભરેલ ટ્રેકટર બંધ પડતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા…

Date:

પાટણ તા. ૨
પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આ ઓવરબ્રિજ નો ઉપયોગ કરવાના બદલે ઓવરબ્રિજ નીચેથી પસાર થવાની ધેલસા રાખતાં હોય જેના કારણે સિદ્ધપુર ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જૈસે થૈ ની સ્થિતિમાં વારંવાર સજૉતી જોવા મળતી હોય છે.

ચાર રસ્તા નજીક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ માર્ગ પરથી પસાર થતા ભારે વાહન ચાલકો ને કારણે માગૅ પર સજૉતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અવાર-નવાર કમર કસતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. મંગળવારના રોજ બપોરે સિધ્ધપુર ચાર રસ્તા વિસ્તારમાં માર્ગ પર થી ઇટો ભરીને પસાર થઈ રહેલ ટ્રેક્ટર કોઈ કારણસર બંધ પડતા વિસ્તારમાં ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો સહિત રાહદારીઓને ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો.

સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રેક્ટરના કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા ચાર રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાને પોતાની જાતે ટ્રેક્ટર હંકારી ટ્રેક્ટરને રોડ સાઈડ કરતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓએ રાહત અનુભવી હતી. પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ભારે વાહનોને ઓવર બ્રિજ વાળા માર્ગ પરથી પોતાના વાહનો હંકારવાની ફરજ પાડી આ માર્ગ પર અવાર નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવે તેવી લોક માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિદેશી દારૂના જથ્થા સાથે સ્વીફટ ગાડી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ..

પાટણ તા. 26 પાટણ સરસ્વતી પોલીસે વિદેશી દારૂના જથ્થા...

ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે પાટણની દેવ ટાઉનશિપમાં ડૉ. આંબેડકર ના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું..

ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે પાટણની દેવ ટાઉનશિપમાં ડૉ. આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું.. ~ #369News

પાટણ નગરપાલિકા ઈબાલાગત કમિટીના ચેરમેન કપિલાબેન સ્વામી એ ચાજૅ સંભાળ્યો..

પાટણ તા. 3પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટેની જવાબદારી...