વિદ્યાર્થીઓ પોતાનું યુનિ ને લગતું તમામ કામ મોબાઇલ એપ્લિકેશન દ્રારા કરી શકશે.
યુનિવર્સિટી ખાતે એંરોલ મેન્ટ પક્રિયા માટે ટી આર પી અંતર્ગત વર્કશોપ યોજાયો…
પાટણ તા. 4
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 300 કોલેજના 500 થી વધુ આચાર્ય ,ક્લાર્ક,ઓએસ એંરોલમેન્ટ પ્રક્રિયા ની ટ્રેનિંગ માટે ટી આર પી અંતર્ગત વર્કશોપ મંગળવારે યુનિ ના કન્વેસન હોલ ખાતે યોજાયો હતો. જેમાં કર્મચારીઓ તજજ્ઞો દવરા પોતાની કોલેજ ની આઈડી પાસવર્ડ દવરા કેવી રીતે એંરોલમેન્ટ કરવી તેની સમગ્ર પદ્ધતિ ડોક્યુમેન્ટરી દવરા બતાવી ને સમજાવા માં આવ્યા હતા.અને તેમને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.યુનિવર્સિટીના કાર્યકારી રાજીસ્ટાર ડો. કે કે પટેલે જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દવરા યુનિ ના કન્વેસન હોલ ખાતે ટી આર પી ની ટ્રેનિંગ કોલેજ નાઆચાર્ય , ક્લાર્ક, ઓએસ ની રાખવાં આવી હતી.
એન ઇ પી 2020 દાખલ કરવા જઈ રહ્યા છીએ જેનાથી આખી સ્ટુડન્ટ સાઇકલ રન થાય જેની અંદર વિદ્યાર્થીઓ લોગીન થી પોતાનું દરેક કામ કરી શકશે અને યુનિ ના સિંગલ વિન્ડો માં આવવાની જરૂર નહિ પડે કોઈ પણ પ્રકાર નું સર્ટિફિકેટ જોઈતું હોય તો ઘેર બેઠા એ મેળવી શકે એ માટે એપ્લિકેશન કરી શકે તે માટે યુનિવર્સિટી પોતાની એપ લોન્ચ કરવા જઈ રહી છે.જેમાં દરેક વિદ્યાર્થીઓને લોગીન અને પાસવર્ડ આપવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓ ની તમામ વિગત અંદર હશે. આ એપ્લિકેશન દવરા વિદ્યાર્થી પોતાન બધાજ પ્રકારના ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીની દરેક સૂચનાઓ એપ્લિકેશન માં જોઈ શકશે. યુનિવર્સિટીની તમામ વિગતો આ એપ્લિકેશન માં રહેશે જેથી તમામ વિદ્યાર્થીઓને એકી સાથે સૂચના મળી શકશે તેવું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી