fbpx

સરસ્વતીના વઘાસર ગામે થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી ટીમ..

Date:

પાટણ તા. ૬
પાટણ એલ.સી.બી ટીમે સરસ્વતી તાલુકાના વધાસર મા થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના મુદામાલ સાથે એક ઈસમને આબાદ ઝડપી કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્રારા લોક સભા ચુંટણીને ધ્યાનમાં રાખીને પાટણ શહેર અને જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુનાઓ તેમજ ચોરીઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પાટણ એલ સી બી ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરીનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ. સી. બી સ્ટાફ ના માણસો સરસ્વતી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગ માં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આજથી દસ દિવસ અગાઉ સરસ્વતી ના વધાસર ગામમા ભેન આંટામા આવેલ બોર ઉપરથી રાત્રીના સમયે કેબલ વાયરની ચોરી થયેલ જે કેબલ ચોરી કરનાર વધાસર ગામમાં જ રહેતો ઠાકોર અલ્પેશ જી ઉર્ફે કાળો રણછોડજી વાળો હોય અને તેને ચોરી કરેલ કેબલ વાયર તેના ઘરની આગળ વાડામાં પડેલ લાકડા ના ભોરની આડાસ મા છુપાવી મુકેલ છે.

જે હકીકત આધારે એલસીબી ટીમે ઉપરોક્ત ઇસમના ઘરે જઈ તપાસ કરતા સદરી ઇસમને ચોરીના બોર ના કેબલ વાયર આશરે ૫૦ મીટર લંબાઇનો કિ.રૂ.૩૫,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ સરસ્વતી પો સ્ટે ખાતે સોપતા વધુ તપાસ સરસ્વતી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરતો ગીતોનો સંગીતમય કાર્યક્રમ યોજાયો ..

પાટણ તા. ૫હાલો ગુજરાતી ગીતોનો જલસો કાર્યક્રમ પાટણ એ.પી.એમ.સી....

સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા બસ સ્ટેશન નજીક અજાણ્યા ટર્બો ચાલકે બાઈકને ટક્કર મારતા અઘારના ત્રણઆશાસ્પદ યુવાનોના મોત નીપજયા..

સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા બસ સ્ટેશન નજીક અજાણ્યા ટર્બો ચાલકે બાઈકને ટક્કર મારતા અઘારના ત્રણઆશાસ્પદ યુવાનોના મોત નીપજયા.. #369News

7:00 થી 15:00 કલાક સુધી થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 53.64% 15:- કાંકરેજ:- 44.09% 16 :- રાધનપુર :-...