fbpx

પાટણ લોકસભા ચૂંટણીમાં ફરજ સોંપેલ કર્મચારીઓને ચૂંટણી લક્ષી 170 વસ્તુઓ સાથેની કીટ આપી મતદાન મથકો ઉપર રવાના કરાયા..

Date:

પાટણ તા. 6
પાટણ લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા ચુંટણી અધિકારી સહિત ચુટણી તંત્ર દ્વારા ચુંટણી લક્ષી તમામ પ્રકાર ની કારીગરી પૂણૅ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના રોજ પાટણ લોકસભા ની ચુંટણીનુ મતદાન થવાનું હોય જેને લઈને સોમવારે 7 વિધાનસભાના ડીસ્પેચ સેન્ટરો પરથી મતદાર સ્ટાફને ઇવીએમ, વી વી પી એટ સહીતની 170 વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ વસ્તુઓ સાથે ફરજ પરનો સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે જવા રવાના થયો હતો.

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો મા પાટણ,સિધ્ધપુર, ચાણસ્મા,રાધનપુર અને બનાસકાંઠાની બે વિધાનસભા બેઠક મા વડગામ, કાંકરેજ અને મહેસાણા જિલ્લાની એક વિધાનસભા બેઠક મા ખેરાલુનો સમાવેશ થાય છે. તા. 7 મેં ના રોજ 2073 મતદાન મથકો પર મતદાન યોજાવાનું હોઈ સોમવારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર ચુંટણીની જવાબદારી સંભાળી રહેલા સ્ટાફને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ,વીવીપીએટ, શાહી, ડાયરી, મતકુટીર, સોય- દોરા, લાખ સહીતની 170 પ્રકાર ના મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સાહિત્ય અને સ્ટેશનરીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે તમામ સામગ્રી લઈને ફરજ પરના કર્મ ચારીઓ પોતાના મતદાન મથકો પર જવા રવાના થયા હતા.

પાટણ વિધાનસભા મત વિસ્તારના 308 મતદાન મથકો પર કાલે મતદાન યોજાવાનુ હોય સોમવારે સવારે હેમ.ઉ.ગુ. યુનિ પાટણના બીબીએ ભવન ખાતે બનાવવામાં આવેલા ડીસ્પેચ સેન્ટર ખાતેથી પ્રાંત અધિ કારી મિતુલ પટેલના માર્ગદર્શન નીચે મતદાનમાં રોકાયેલા સ્ટાફને ચુંટણી નું સાહિત્ય વિતરણ કરવા માં આવ્યુ હતુ. જે સામગ્રી લઇને ફરજ પરના કર્મચારીઓ 35 રુટ મારફત 52 બસો અને ખાનગી વાહનમાં બેસી ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે 308 મતદાન મથકો ખાતે જવા રવાના થયા હતા. પાટણ વિધાન સભા ના ડીસ્પેચ સેન્ટર પર પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત મામલતદારે ઉપસ્થિત રહી ચુંટણી લક્ષી સાહિત્ય વિતરણની કામગીરી શાંતિ પૂણૅ માહોલમાં કરાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના પનાગર વાડા નજીક ઈદ ઉલ ફિત્ર ના પાવન પવૅ નિમિત્તે ભરાતું રમઝાન બજાર…

છેલ્લા દસ વષૅથી ભરાતા આ બજાર માંથી હિન્દુ- મુસ્લિમ...

સરકારી કોન્ટ્રાક્ટરોની 17 માસ પૂર્વે સરકાર દ્વારા મંજુર કરાયેલી માંગણીઓના અમલવારી માટે આવેદનપત્ર અપાયું..

પાટણના સરકારી કોન્ટ્રાક્ટર એસોશિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત...