fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી સાથે ફાયર સેફટી મોકડ્રીલ યોજાયો…

Date:

પાટણ તા. ૨૭
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારના રોજ વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી સાથે ફાયર સેફટી મોકડ્રીલ યોજાયો હતો. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે ઉજવવા માં આવે છે. આ દિવસ પશુચિકિત્સકોની સખત મહેનત અને સમર્પણને સ્વીકારવા અને આભાર માનવા માટેનો એક ખાસ પ્રસંગ છે. નિષ્ણાત ગાઈડ પશુ ચિકિત્સકોના મહત્વ વિશે ચર્ચા કરી હતી જેઓ પ્રાણીઓના જીવનને સુધારવાનું કામ કરે છે, જેમાં 100 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.

ત્યાર બાદ, ફાયર સેફટી ડીપાર્ટમેન્ટ-ગાંધીનગર માંથી આવેલ ફાયર સેફટી ઓફિસર સંદીપ પ્રજાપતિ દ્વારા આગના પ્રકાર,આગ ને કાબુમાં કઈ રીતે કરી શકાય, ભવિષ્યમાં કોઈ પણ જગ્યા પર આગ જેવી ઘટના ઘટે તો આગને કઇ રીતે ઉપકરણોની મદદથી કાબૂમાં કરી શકાય તેની વિસ્તૃતમાં જાણકારી અને ટ્રેનિંગ આપવમાં આવી હતી.

આ ફાયર સેફટી મોકડ્રીલ માં સાયન્સ સેન્ટરના ઓફિસ, ગેલેરી, મેન્ટેનન્સ અને સિક્યોરિટી માં ફરજ બજાવતા 25 થી વધુ સ્ટાફે સક્રિયપણે ભાગ લીધો હતો. સામાન્ય આગનું નિર્માણ કરીને સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી અને કર્મચારીઓ દ્વારા અગ્નિશામક બોટલનો ઉપયોગ કરી આગને કઇ રીતે કાબૂમાં કરવી તેમજ અગ્નિશામક યંત્રોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે મહત્વની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

સાયન્સ સેન્ટરમાં ટ્રેનીગ લીધેલા સ્ટાફ દ્વારા ફાયર સેફટી ઓફિસરની ઉપસ્થિતિમાં આગને કઈ રીતે હાયડ્રેન્ટનો ઉપયોગ કરી કાબૂમાં કરી શકાય તેનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા આચાર્ય સંઘનું 24 મુ શૈક્ષણિક વહિવટી અધિવેશન યોજાયું..

આચાર્ય સંઘના પૂવૅ પ્રમુખ સહિત ના નિવૃત આચાર્યો અને...

જંગરાલ ખાતે રામદેવપીર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા કેબિનેટ મંત્રી રાજપૂત…

જંગરાલ ખાતે રામદેવપીર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા કેબિનેટ મંત્રી રાજપૂત… ~ #369News

પાટણ ખાતે શ્રી જય પરશુરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. ની વર્ષ 2022-23 ની સાધારણ સભા બેઠક મળી..

પાટણ ખાતે શ્રી જય પરશુરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. ની વર્ષ 2022-23 ની સાધારણ સભા બેઠક મળી.. ~ #369News