પાટણ શહેરની જુદી જુદી શાળાઓના 70 થી વધુ સ્પર્ધકોએ બે વિભાગમાં ભાગ લીધો..
પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા તો ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક આપી પ્રોત્સાહિત કરાયા. .
પાટણ તા. ૮
ભગવાન શ્રી પરશુરામજી ના જન્મોત્સવને અનુલક્ષીને શ્રી પરશુરામજન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત કરાયેલ ભગવાન શ્રી પરશુરામજી ના જીવન ચરિત્ર વિશેની ક્વિઝ સ્પર્ધાનું સુંદર આયોજન બુધવારે શ્રી જગન્નાથ ભગવાન ના એસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
જે કવિઝ સ્પર્ધામાં ધો 1 થી 8 અને ધો. 9 થી ધો. 12 એમ બે વિભાગમાં પાટણ શહેરની જુદી જુદી શાળા ઓ ના 70 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
તો ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક ભેટ અપૅણ કરપ્રોત્સાહિત કરાયા હતા. શ્રી પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર વિશે યોજાયેલી આ કવીઝ સ્પર્ધામાં ધો.1 થી ધો. 8 મા પ્રથમ નંબરે ભરત ગ્રુપના રાવલ ક્રિષ્ના અને ઠાકોર પાયલ, દ્વિતીય ક્રમે લક્ષ્મણ ગ્રુપ ની વિજેતા રાજગોર નવ્યા અને પંચોલી ભવ્ય, તૃતીય નંબરે રામ ગ્રુપના આચાર્ય કેવળ, અને દવે અથર્વ વિજેતા બન્યા હતા
તો ધોરણ 9 થી 12 ના ગ્રુપમાં પ્રથમ નંબરે યુધિષ્ઠિર ગ્રુપના વેદ મહેતા અને જાની યાત્રી, સહદેવ ગ્રુપના રાજગોર ધારેણી અને ત્રિવેદી ઇશિકા જ્યારે દ્વિતીય ક્રમે અર્જુન ગ્રુપના વ્યાસ દેવ અને આચાર્ય નેહા તેમજ તૃતીય નંબરે નકુલ ગૃપના ત્રિવેદી મેશ્વા અને ઠાકોર પાથૅ વિજેતા બન્યા હતા.
ભગવાન શ્રી પરશુરામજી ની જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ આ કવિઝ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શિરવાડિયા ભુદરભાઈ, ડો.રાજમહારાજા, પી.ટી.જોશી,ડાહ્યાભાઈ જોશી સહિત શિક્ષિકા બહેનોએ મહા કાળી મંદિરના પૂજારી અને જાણીતા સાહિત્યકાર અશોકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સુંદર અને સફળ રીતે ક્વિઝ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.
ભગવાન શ્રી પરશુરામજી ના જન્મોત્સવ પ્રસંગે આયોજિત કરાયેલી આ ક્વિઝ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર પિયુષ ભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, અશ્વિન ભાઈ જોશી સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ પરશુરામ જન્મોત્સવ સમિતિના સૌ સેવા ભાવી કાર્યકર ભાઈઓ તેમજ બહેનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી