fbpx

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ..

Date:

આજના સમયમાં સંયુક્ત કુટુંબ ભાવના થી જ બાળકોનું જીવન ધડતર સંસ્કારી બને છે: ધારાસભ્ય..

પાટણ તા. 23
પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્રારા પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટભાઈ નો સન્માન કાર્યક્રમ રવિવાર ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણના જાણીતા ડોક્ટર ઉદયભાઇ એમ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા બન્ને મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતા.


આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે પોતાનું સન્માન કરવા બદલ સિનિયર સિટીઝન કાઉન્સીના વડીલોને વંદન કરી આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આજ નો આ યુગ ટેકનોલોજી યુગ છે આ મોબાઈલના યુગમાં જનરેશન ગેપ ખૂબ જ વધતી જાય છે ખરેખર વડીલોના માર્ગદર્શનની સમાજને ખુબ જરૂર છે કહેવત છે ને ઘરડા ગાડા વાળે આજના આધુનિક યુગમાં સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકોમાં પણ સારા સંસ્કારનું સિંચન થાય છે. નાના બાળકોને વડીલોની સાથે રાખવાથી તેઓના ઘડતરમાં સારા સંસ્કાર આવે છે આજના યુગમાં કામ પૂરતો બાળકોને મોબાઈલ આપવો મોબાઈલના દૂષણ ના કારણે આજના બાળકો રમત ગમત જેવી પ્રવૃત્તિઓ કરતા નથી બાળકોને તંદુરસ્ત રાખવા માટે મોબાઈલથી દૂર રાખો અને વડીલોની હંમેશા સલાહ જીવનમાં ઉપયોગી નીવડે છે.


આ પ્રસંગે ડોક્ટર ઉદય પટેલે પણ પોતાનો વિચારો વ્યક્ત કર્યા હતા અને આવેલ તમામ મહેમાનોનું સ્વાગત પ્રમુખ રમણલાલ પટેલે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અને ડોક્ટર કિરીટભાઈ પટેલ ને પોતાના ફોટાનું તૈલી ચિત્ર આપી સંસ્થાના તમામ ટ્રસ્ટીગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રહલાદભાઈ ગંગારામભાઈ પટેલ, રમેશભાઈ કાશીરામ ઠક્કર ને વીર રત્ન એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરી સભ્યોના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર દર્શન મૂળશંકરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.. ~ #369News

પાટણ સ્થિત પાટણવાડા સહસ્ત્ર બ્રહ્મ સમાજ પાટણ નો સમૂહ યજ્ઞો પવિત કાર્યક્રમ યોજાયો..

સમૂહ યજ્ઞો પવિત કાર્યક્રમમાં 92 બ્રાહ્મણોએ જોડાઈ જનોઈ ગ્રહણ...