fbpx

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણના સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાઈને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા..

પાટણ તા. ૮
પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં બુધવારની રાત્રે પાટણના સ્થાનિક કલાકારોના સથવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાતા ભજનો ની કલાકારોએ રમઝટ મચાવી હતી. આ ભજન સંધ્યા કાર્યક્રમમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન સંધ્યા નું રસપાન કરી ભગવાન શ્રી પરશુરામજી ના તેમજ ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને લઈને ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ભગવાન શ્રી પરશુ રામજી ના જીવન ચરિત્ર ઉપર સાંજે ક્વિઝ સ્પર્ધા અને રાત્રે ભજન સંધ્યા ના કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ સમિતિ ના કન્વીનર પિયુષ ભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, હેમંતભાઇ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ ના સહભાગી ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો તેમજ પાટણની ધર્મપ્રેમી જનતાએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

આંતરરાષ્ટ્રીય ફેલોશીપ મેળવનાર યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓનું કા.કુલપતિ દ્વારા સન્માન કરાયું..

પાટણ તા. 29 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે...