fbpx

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સ્વદેશી થીમ આયોજિત સમર કેમ્પની બાળકોએ મજા માણી..

Date:

પાટણ તા. ૧૧
‍‍‍‍નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પાટણના વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે બાળકોમાં રહેલ કૌશલ્યોને વિકસાવવાના ભાગરૂપે ઉનાળાની રજાઓમાં બે દિવસીય સ્વદેશી સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સૌપ્રથમ બાળકોને ભેગા કરી પ્રાર્થના કરાવવામાં આવી ત્યારબાદ બાળકો ના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી યોગા કરાવી વિવિધ પ્રકારની આઉટડોર તથા ઇન્ડોર ગેમો જેવી કે, લોટ માંથી ચોકલેટ વીણવાની ગેમ, બોલ પાછળ પાસ કરવાની ગેમ, સંગીત ખુરશી ની રમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, માટી માંથી રમકડાં બનાવવા, ટીમ ગેમ, ફેશન શો, મેજીક શો, રેઈન ડાન્સ, ડીજે પાર્ટી, સ્ટાર ગેજિંગ, ફુગ્ગા દોડ, સાતોડિયુ, ખજાનાની શોધખોળ, ખો ખો, લખોટીઓ, રૂમાલ દાવ સાથે ભમરડો ભમાવતા શીખવવાની સાથે જુગલબંધી લંગડી દોડ જેવી રમતો રમાડી જૂની પરંપરાગત રમતોને તાજી કરવામાં આવી હતી.

સમગ્ર સમર કેમ્પમાં દરેક બાળકોએ ખૂબ જ મોજ મસ્તી કરી હતી.બાળકોની સાથે શિક્ષકોએ પણ બાળક બની ખૂબ જ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને શાળાના સહ કાર્યકર્તા ઓએ જહેમત ઉઠાવી હતી.

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસા. ના એજ્યુકયુટિવ ડાયરેક્ટર ડૉ. જે. એચ. પંચોલી, સંસ્થાના CDO પ્રો.જય ધ્રુવ, શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલ દ્વારા આ સમર કેમ્પ સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, વાલી ગણ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની..

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની.. ~ #369News

ઉનાળાની શરૂઆત થતાં પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો..

ઉનાળાની શરૂઆત થતાં પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો.. ~ #369News

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું…

તંત્ર ની આગોતરી સુચના અનુસાર ખેડૂતો ની તૈયારી ના...