fbpx

પાટણ શાકમાર્કેટ માં અને બજારમાં અથાણાની કેરીનું આગમન થતા ગૃહિણીઓ ખરીદીમાં જોતરાઈ…

Date:

પાટણ તા.૧૧
પાટણ શહેરમાં બારમાસી અથાણાની કેરીની આવકો શરૂ થતાં ગૃહિણીઓ રાજાપુરી-તોતાપુરી અને દેશી કેરીની ખરીદી કરતી નજરે પડી રહી છે. ઘર પરિવારમાં ગૃહિણીઓની રસોઇને સ્વાદિષ્ટ બનાવતા તેજાનાની સાથે સાથે અથાણાની સિઝન શરૂ થવા પામી છે. વૈશાખા મહિનાની શરૂઆત થતાંની સાથે જ શહેરની બજારો માં અથાણા ના વપરાશમાં લેવાતી વિવિધ જાતની કેરીઓની બજારમાં આવકો શરૂ થઇ જવા પામી છે.

પાટણ શહેરના શાકમાર્કેટ માં વહેલી સવારે મહિલાઓ અથાણા માટે ની કેરીઓની ખરીદી કરતી નજરે પડી રહી છે. વૈશાખ માસની શરૂઆત થતાં જ ખાસ કરીને બારમાસી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભરવાની સિઝન શરૂ થઇ જાય છે. જેમાં ગૃહિણીઓ ઘઉં, ચોખા, તેજાના મસાલા સહિત અન્ય ચીજ વસ્તુ
ઓ ભરવાની કામગીરીમાં જોતરાઈ જાય છે.

ત્યારે ધોમધખતા વૈશાખ મહિનામાં રસોઇને ચટાકેદાર બનાવતા અથાણાની સિઝન પણ શરૂ થઇ જવા પામી છે. હાલમાં શહેરની શાકમાર્કેટમાં અને બજાર માં અથાણામાં વપરાતી રાજાપુરી, તોતા પુરી અને દેશી કેરીની આવકો જોવા મળી રહી છે.

જોકે ગતવર્ષ કરતાં ચાલુ વર્ષે અથાણાની કેરીના ભાવમાં રૂા.૧૦ થી રૂ. ૨૦ નો ઘટાડો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. રાજાપુરી કેરીનો ભાવ પ્રતિ કિલો રૂા.૬૦ અને તોતાપુરીનો ભાવ પ્રતિ કિલો રૂા.૫૦ નો હોવાનું વેપારીએ જણાવ્યું હતું. જયારે દેશી કેરી ૪૦ રૂપિયાના ભાવે વેચાણ થઇ રહી છે.

અથાણાની સાથે સાથે ગૃહિણીઓ કાચા ગુંદાનું પણ અથાણુ બનાવતી હોય છે ત્યારે હાલમાં બજારમાં કાચા ગુંદાની આવકો પણ શરૂ થઇ ગઇ છે. આમ રસોઇની સાથે સાથે બારમાસી સ્વાદિષ્ટ અથાણુ ભરવા મહિલાઓ રાજાપુરી તેમજ તોતાપુરી કેરી અને ગુંદાની હોંશે હોંશે ખરીદી કરતી નજરે પડી રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તિરંગા હોટલ ખાતેથી વિદેશી દારૂ ના જથ્થા સાથે ચાર શખ્સો એલસીબીની ઝપટે ચડ્યાં..

ચાણસ્મા પોલીસે પણ દારૂના જથ્થા સાથે એક બુટલેગર પકડયો.. પાટણ...

પાટણ જ્ઞાનમંદિર સ્કૂલ માં અભ્યાસ કરતી વિધાર્થીની ઓને ગભૉશય ના કેન્સર વિષે માહિતગાર કરાઈ..

ડો.નૈસર્ગિ પટેલે વિધાર્થીની ઓને આ કેન્સર અવરનેશ માટે માગૅદશૅન...

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓ વિવિધ રમતોમાં સિધ્ધિ હાંસલ કરી ગૌરવ અપાવ્યું..

પાટણ તા. 29 પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.સાર્વજનિક વિધાલયની...