google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રાવણના છેલ્લા સોમવારે શ્રી નિલકંઠ મહાદેવ થી ભવ્ય કાવડ યાત્રા ભક્તિ સંગીતના સૂરો વચ્ચે નિકળી જગદીશ મંદિરે સંપન્ન બની..

Date:

પાટણ તા. ૨
શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરમાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા સવારે શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પંચોલી પાડા થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે પ્રસ્થાન પામી શહેરના જુનાગંજ બજાર,ચતુર્ભૂજ બાગ, હિંગળા ચાચર થઈને રોકડિયા ગેટ ખાતે ના જગદીશ મંદિર સ્થિત જગન્નાથેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થતા

ભગવાન મહાદેવનો શિવ ભકતોએ જય ઘોષ કરી વાતાવરણ ને શિવ મય બનાવ્યું હતું. કાવડ યાત્રામાં જોડાયેલા શિવ ભકતોએ ભગવાન ભોળાનાથની શિવલીંગ ઉપર અભિષેક કરી પુજા- અચૅના કરી ધન્યતા અનુભવી હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં કપિરાજ નો આતક દસથી વધુ રહીશો ને બચકા ભયૉ…

વિસ્તારના કોર્પોરેટરે વન વિભાગને જાણ કરી કપિરાજને પાંજરે પુરવા...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૮પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૮ એપ્રિલ...