સાયબર ક્રાઈમ નો ભોગ બનતાં લોકો ને અટકાવવા સાયબર ક્રાઈમ પોલીસે માગૅદશૅન પુરૂ પાડયું..
પાટણ તા. ૧૨
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં સાયબર ક્રાઇમ અવેર નેસ બાબતે લોકોને જાગૃત કરવા કરેલ સુચના આધારે કે. કે. પંડયા, નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુરવિભાગ તથા આર.એચ.સોલંકી પીઆઈ સાયબર ક્રાઇમ પો.સ્ટે.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.વી.ચૌધરી પીએસઆઈ અને અ. પો. કોન્સ. દર્શનકુમાર દિનેશભાઇ, નિકુંજ દશરથભાઇ તથા વિપુલકુમાર શંકરભાઇ સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાટણનાઓ દ્વારા બાલીસણા ખાતે રામજી મંદિર ચોક આગળ આશરે ૧૫૦૦ જેટલા વિધાર્થી વિધાર્થીનીઓ સહિત ગ્રામજનો વિગેરે નાઓને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે? તેમજ સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે? તેને કેવી રીતે ઓળખી શકાય?સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયોની વિગત વાર માહિતી પ્રદાન કરી સમજાવવા માં આવેલ.
જેમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રાઇમ જેવાં કે વિશીંગ કોલ, ફિશીંગ, ઇ-મેઇલ સ્પુફીંગ, સીમ-કાર્ડ કલોનીંગ, ઇન્સટન્ટ લોન એપ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, ફેક વેબસાઇટ, જોબ ફોડ, ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વિગેરે ક્રાઇમથી વાકેફ કરવામાં આવ્યાં હતા.
આ સાથે સાથે તમામને સોશીયલ મીડીયા,
મોબાઇલ સબંધિત ક્રાઇમથી તેમજ પ્રાઇવસી સેટીંગ્સથી વાકેફ કરવામાં આવેલ તેમજ ફેક સોશ્યલ મીડીયા એકાઉન્ટ તથા ફેક વેબસાઇટથી થતી ડેટા ચોરી તથા કાઇમની વિસ્તૃત મા સમજ આપવામાં આવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી