google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમા માટીના રમકડા બનાવનાર ઓતિયા પરિવાર ના કસબી નું શિક્ષણમંત્રીના હસ્તે સુરતમાં સન્માન કરાયું ..

Date:

103 વર્ષ પૂર્વે જે સ્થળ પર પિતાએ સન્માન મેળવ્યું હતું એજ સ્થળ પર પુત્ર એ સન્માન મેળવી ગૌરવ અનુભવ્યું…

પાટણ તા. ૧૨
એક સદી પૂર્વે પાટણના ઓતિયા પરિવાર દ્વારા પ્રખ્યાત માટીના હેરિટેજ રમકડાં તેમજ ચિત્ર કલા વર્ગ માટે પદાર્થ ચિત્ર ના અભ્યાસ માટે Object drawing model sat સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રની શાળા-મહા શાળાઓમાં પ્રખ્યાત માટીના વાસણો રૂબરૂ આપવા જતાં હતાં.

ત્યારે ૧૯૨૧ માં સુરત ખાતે કુટિર ઉદ્યોગ તેમજ વ્યવસાયિક મેળાવડો તથા પ્રદર્શન માં ઓતિયા પરિવારે ભાગ લીધેલ અને માટીકામ ક્ષેત્રે કારકિર્દી ધરાવતા કલાકાર તરીકે પાટણના પ્રખ્યાત માટીના હેરિટેજ રમકડાં વાળા ચીમનલાલ રણછોડદાસ ઓતિયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

અનેતે બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પણ ઓતિયા પરિવારને પ્રાપ્ત થઈ હતી.અને ત્યારથી પાટણના માટી કામ ના રમકડાં થકી ઓતિયા પરિવાર ની આગવ ઓળખ પ્રાપ્ત થઈ હતી. આ ગૌરવપ્રદ ઓળખને બરકરાર રાખવા માટે માટી કલાના ક્ષેત્રમાં ઓતિયા પરિવાર સક્રિય બની માટી કલાના કલાકાર કલા શિક્ષક જયંતીભાઈ ઓતિયા ને રાધનપુર મુકામે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતગૅત ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના હસ્તે વારસાગત હેરિટેજ રમકડાં વાળા પરિવાર તરીકે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારે આ સન્માન ને આગળ ધપાવતા સુરત શહેર ખાતે તા.૧૨ મેં ને રવિવારે દાદા ભગવાન હૉલ માં એકસો ત્રણ વરસ બાદ જે સ્થળ પર પિતાએ સન્માન મેળવ્યું હતું તેજ સ્થળે જયંતી ભાઈને આજ કાર્ય માટે જાહેર સન્માન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ના વરદ હસ્તે પ્રાપ્ત થતાં તેઓએ સ્વયમ્ ને ગૌરવશાળી લેખાવ્યુ હતું. માટી કામના રમકડાં માટે આ વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરી જયંતીભાઈ ઓતિયા એ પાટણના પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવ્યું છે…વેલ ડન જયંતીભાઈ ઓતિયા વેલ ડન…

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર APMC ની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બન્યા..

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી..પાટણ તા....

યુનિવર્સિટીના કુલપતિ ની શુભેચ્છા મુલાકાત લેતા પાટણ બ્રહ્મ સમાજના આગેવાનો અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ…

યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસમાં પાટણના પ્રજાજનોનો સહકાર રહેશે : પિયુષભાઈ...