fbpx

પાટણ યુનિવર્સિટીના પૂર્વ કા. કુલપતિ ડો. અનિલ નાયકની IIMAના સેક્રેટરી પદે બિનહરીફ વરણી..

Date:

96 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતી ડોકટર મહત્વના પદ પર આરૂઢ થતા આનંદ છવાયો..

પાટણ તા. 8
દેશના તમામ તબીબો જેની સાથે જોડાયેલા છે તે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી તબીબી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અતિ મહત્ત્વના ગણાતાં એવા સેક્રેટરી પદે 96 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતી ડૉક્ટર આરૂઢ થતાં સમગ્ર ગુજરાતના તબીબોની છાતી ગજ ગજ ફૂલી ઉઠી છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ
(અલ્હાબાદ)માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરીપદની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહેસાણા ના સીનિયર મોસ્ટ ઓર્થોપેડિક સર્જન અને પાટણ યુનિવર્સિટી ના પૂવૅ કા. કુલપતિ રહી ચુકેલા ડૉ.અનિલ નાયકની બિનહરીફ વરણી થતાં તેમણે આ પદ સંભાળીને પોતાની કામગીરી ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ વાંચો http://369news.in/39696/

અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ.અનિલ નાઈક મહેસાણાના મોસ્ટ સીનિયર ઓર્થોપેડિક સર્જન છે અને તેમની રાહબરીમાં અત્યારે સુધીમાં લાખો દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ સાથે જ તેઓ ઓર્થોપેડિક સર્જન એસોસિએશન ઑફ ગુજરાતના (ઉત્તર ગુજરાત ઝોન)ના પ્રભારી તરીકે પણ કાર્યરત છે.

પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના પૂવૅ કા. કુલપતિ રહી ચુકેલા ડો. અનિલ નાયકની બિન હરિફ વરણી ને લઇ યુનિવર્સિટી પરિવારમાં પણ ખુશી ની લાગણી છવાઈ જવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના ખોલવાડા ગામના તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી..

યુવાનની હત્યા કે આત્મ હત્યા ની અટકળો વચ્ચે પોલીસે...

ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ના ઉપલક્ષ્યમા અનુ સુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન નો પ્રારંભ કરાયો…

ડો.બાબા સાહેબઆંબેડકર જન્મ જયંતીના ઉપલક્ષ્યમા અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો પ્રારંભ કરાયો… ~ #369News