fbpx

પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10-12 સાયન્સ – કોમર્સનું 100% પરિણામ…

Date:

પાટણ તા. ૧૩
પાટણ ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. માન્યતા પ્રાપ્ત ઓકસફર્ડ ઈગ્લીશ મિડિયમ સ્કૂલ ના ધોરણ 10 તથા 12 સાયન્સ – કોમર્સના તમામ વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 100℅ આવ્યું હોવાનું શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું.

પાટણની સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ ગ્રેડ પ્રાપ્ત કરીને સારા ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે જેમાં સી.બી.એસ.ઈ. નું ધોરણ 12 નું ઓવરઓલ પરિણામ 87.98% તેમજ ધોરણ 10 નું ઓવરઓલ પરિણામ 93.60% જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં શાળાના ધો. 12 સાયન્સ- કોમર્સ વિભાગ તથા ધોરણ 10 માં 100 % પરિણામ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 12 સાયન્સ માં વત્સલ ધનંજયકુમાર પ્રજાપતિ (ભૌતિક વિજ્ઞાન – 95, રસાયણ વિજ્ઞાન – 96, ગણિત – 95 માર્ક સાથે પ્રથમ ક્રમાંક, સ્મિત જયેશકુમાર મકવાણા 92.60% ભૌતિક વિજ્ઞાન 95, રસાયણ વિજ્ઞાન -95, ગણિત – 95 માર્ક સાથે દ્વિતીય ક્રમાંક, વિરેશ ભાર્ગવભાઈ ખમાર તથા જાનવી હરેશભાઈ અમીન 92% ભૌતિક વિજ્ઞાન -94 રસાયણ વિજ્ઞાન – 98 ગણિત – 92 માર્ક સાથે તૃતીય ક્રમાંક તથા ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં મીર ભાવેશભાઈ પટેલ 97 % અર્થ શાસ્ત્ર – 98, વાણિજ્ય વ્યવસ્થા 95, નામા ના મૂલતત્વો – 95 માર્ક સાથે પ્રથમ ક્રમાંક, સિદ્ધિ શૈલેશકુમાર રાવલ 95% અર્થ શાસ્ત્ર – 95, વાણિજ્ય વ્યવસ્થા 90, નામાના મૂલતત્વો – 95 માર્ક સાથે દ્વિતીય ક્રમાંક, આયુષ રમેશભાઈ ઠક્કર તથા નિહાર પટેલે અર્થ શાસ્ત્ર – 90, વાણિજ્ય વ્યવસ્થા 93, નામાના મૂલતત્વો – 96 માર્ક સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

જયારે ધોરણ 10 માં વંશિકા પટેલ 95.33% સાથે પ્રથમ, કુશલપાલ બધેલ 92 % સાથે દ્વિતીય રિષિત કુમાર પટેલ 91.17% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્કૂલ ના સંસ્થાપક જગદીશ કથુરિયા, આચાર્ય જોયનજોસ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી 100℅ પરિણામને ધ્યાન માં રાખીને ધોરણ 10 તથા 12 સાયન્સ અને કોમર્સ માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષકો ને શુભેચ્છા ઓ સાથે અભિનંદન પાઠવી શિશક મિત્રોની મહેનતને બિરદાવી હતી. સ્કૂલના ટ્રસ્ટી શાંતિ ભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી એ તમામ વિદ્યાર્થી ઓ અને – શિક્ષકોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું…

તંત્ર ની આગોતરી સુચના અનુસાર ખેડૂતો ની તૈયારી ના...

શ્રી પદ્મનાભ વાડી પરિસર માં બિરાજ માન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો…

પાટણ તા. ૯શિવરાત્રીના પાવન પર્વની પાટણ શહેરના પ્રજાપતિ સમાજના...