google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી પરિવાર દ્વારા આયોજિત સેવા કેમ્પ ની મુલાકાત લેતા સિદ્ધપુર પાલિકા પ્રમુખ અને એપીએમસીના ચેરમેન..

Date:

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરણાથી કાર્યરત સેવા કેમ્પની સેવા ને સરાહનીય લેખાવી..

પાટણ તા. 26 ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પરિવાર દ્વારા અને સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરણાથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન ગોકુલ યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પાસે કરવામાં આવ્યું છે.

આસો સુદ બારસ ના પવિત્ર દિવસે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી પરિવાર દ્વારા આયોજિત આ સેવા કેમ્પમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિતના સભ્યોએ મુલાકાત લઇ જગત જનની જગદંબાની આરતી ઉતારી સેવા કેમ્પમાં કાર્યરત મેડિકલ સેવાની મુલાકાત લઇ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પરિવારની પદયાત્રીઓ માટેની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે સેવા કેમ્પની મુલાકાતે આવેલા તમામ મહાનુભાવોનું ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના રાજુભાઈ સોલંકી, સુરપાલસિંહ સહિતનાઓએ સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉત્તર ગુજરાતનો ભરતી મેળો સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો…

સિદ્ધપુરમાં આયોજિત ભરતી મેળામાં 2438 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ..27...

પાટણ સહિત જિલ્લામાં વર્ષની આખરી લોક અદાલત યોજાઈ…

પાટણ સહિત જિલ્લામાં યોજાયેલી લોક અદાલતોમાં મોટી સંખ્યામાં કેસોનો...

અમૃત કળશ યાત્રા થકી માં ભારતીની માટીને વંદના કરવાનો અવસર : પાલિકા પ્રમુખ..

માટીને વંદન,વીરો ને વંદન સાથે વોડૅ નં.11 અને વોડૅ...