પ્રથમ રાઉન્ડમાં 259 બાળકો અને બીજા રાઉન્ડમાં 17 બાળકો મળી કુલ 274 બાળકો ને પ્રવેશ અપાયો..
પાટણ તા. ૧૬
પાટણ જિલ્લામાં RTE અંતગૅત શિક્ષણ મેળવવાનો અધિકાર દરેક ને મળી રહે તેવા ઉદેશથી પાટણ જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરી 17 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે તો બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. 20/05/2024 સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
આ બાબતે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરીના સુત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ધો. 1માં પ્રવેશ માટે સરકાર દ્વારા ચાલુ વર્ષે કુલ 274 બેઠકો ફાળવવામાં આવેલ છે. જે પૈકી પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 259 બાળકોએ શાળામાં પ્રવેશ લઈ લીધો હતો.
ત્યાર બાદ ગતરોજ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ,જેમાં કુલ 17 બેઠકોની ફાળવણી કરી દેવામાં આવેલ છે. જેના માટે તા.20 મે સોમવાર સુધીમાં બાળકોના વાલીઓએ જે તે ફાળવાયેલા શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ પાકો કરાવી દેવાનો રહેશે.
પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત કુલ 108 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકો પ્રમાણે આ વર્ષે કુલ 281 બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે. જેની સામે 1763 અરજીઓ મંજૂર થયેલ છે અને 110 અરજીઓ રિજેક્ટ થવા પામેલ છે. આરટીઈ એક્ટ-2009 ની કલમ 12. 1. (સી અન્વચે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું શિક્ષણ વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી