કેનાલ માથી મળેલી લાશ ધરમોડા ગામની દેસાઈ મહિલાની હોવાનું જાણવા મળ્યું..
યુવતી ની હત્યા કે આત્મ હત્યા મામલે ચાણસ્મા પોલીસે તપાસ હાથ ધરી..
પાટણ તા. ૧૬
પાટણના ચાણસ્મા તાલુકાના રામગઢ-કંબોઈ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી ગુરૂવારે સવારે પુરીબેન ગણેશભાઈ દેસાઈ ઉં.વ.39 રહે. ધરમોડા તાલુકો ચાણસ્મા વાળાની લાસ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી તો મૃતક મહિલાની આત્મ હત્યા કે હત્યા બાબતે ના રહસ્ય ને જાણવા ચાણસ્મા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ ના ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના રામગઢ-કંબોઈ વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલ મા કોઈ યુવતીની લાશ તરતી જણાતાં લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં અને નર્મદાની કેનાલમાં યુવતી ની લાશ મામલે ચાણસ્મા પોલીસને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને કેનાલ માથી બહાર કાઢી તેની ઓળખ વિધિ કરતાં લાશ ધરમોડા ગામની પુરીબેન ગણેશ ભાઈ દેસાઈ ઉ. વ. 39 ની હોવાનું માલુમ પડતાં પોલીસે લાશનુ પંચનામું કરી પીએમ માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાખસેડી યુવતીએ પોતાની જાતે કેનાલમાં પડી આત્મ હત્યા કરી છે કે કોઈ એ તેની હત્યા કરી તેણીની લાશને કેનાલમાં ફેકી છે તે બાબતે ચાણસ્મા પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો આ બનાવ ના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
અહેવાલ યશપાલ શ્યામી