પાટણ તા. ૭
સમગ્ર દેશમાથી રામભક્તો અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લા ના દશૅન માટે જઈ રહ્યા છે ત્યારે ગુરૂવારે પાટણ શહેર સહિત લોકસભા વિસ્તાર માથી ‘આસ્થાટ્રેન’ દ્વારા ૧૩૪૦ લોકો અયોધ્યા જવા રવાના થનાર હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેર સહિત લોકસભા મતવિસ્તાર માંથી ૧૩૪૦ રામભકતોની સ્પેશ્યલ ‘આસ્થાટ્રેન’ આવતીકાલે તા. ૮મીને ગુરૂવારે રાત્રે ૧૦ વાગે મહેસાણાથી અયોધ્યા જવા પ્રસ્થાન કરશે. અયોધ્યા યાત્રા પ્રવાસ ને સફળ બનાવવા પાટણ શહેર ભાજપ દ્વારા સુંદર તૈયારીઓ સાથે વ્યવસ્થા કરવા માં આવી છે.અયોધ્યા યાત્રા પ્રવાસ અંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે તા. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમા ભગવાન| રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામ ભકતોને અયોધ્યા યાત્રા પ્રવાસ કરાવવા માટે અભિયાન હાથ ધરાયું હતું
જે સંદર્ભે પાટણ લોકસભા બેઠક નાં ૧૪ મંડળો માંથી રામભક્તોનું રજિસ્ટ્રેશન હાથ ધરાતાં પાટણ શહેર સહિત લોકસભા વિસ્તાર માથી કુલ ૧૩૪૦ રામ ભકત પ્રવાસીઓનું રજિસ્ટ્રેશન થયું છે જે તમામ રામ ભકતો આવતી કાલે ગુરૂવારે સ્પેશ્યલ ‘આસ્થાટ્રેન’ મારફતે રાત્રે ૧૦ વાગે મહેસાણાથી અયોધ્યા જવા પ્રસ્થાન કરશે.આ અયોધ્યા યાત્રા સંદર્ભે પાટણ શહેર માથી જોડાનાર ૧૧૦ રામ ભકતોનુ સામૈયું કરી અયોગ્ય પ્રસ્થાન કરાવાશે. અને આ તમામ રામ ભકતો માટે ફુડ પેકેટની વ્યવસ્થા પાટણ ના સેવાભાવી અગ્રણી દર્શકભાઇ ત્રિવેદી પરિવાર દ્વારા કરાઇ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી