પાટણ તા. ૧૬
શંખેશ્વર મહાતીર્થ માં આવેલ શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર માં બિરાજમાન શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિ જય નિત્ય સેન સૂરીશ્વરજી મહારાજ ,મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ આદિ ૬૫ થી અધિક સાધુ સાધ્વીજી મહારાજ ની નિશ્રામાં બુધવારે રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર સંકુલ ના શ્રી નવકારા પાર્શ્વનાથ જિનાલય તેમજ સૌધર્મ બૃહત્તપાગચ્છ જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ ગુરુ મંદિર તેમજ અન્ય મંદિરો ની ૨૧ મી વર્ષગાંઠ નિમિત્તે દરેક શિખર ઉપર ધ્વજારોહણ પવૅની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય શિખર ઉપર ધ્વજારોહણ થરાદ નિવાસી વોહેરા નાગરદાસ કેવલદાસ પરિવાર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવાર થી જ જિનાલય માં અનેકધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવા માં આવ્યા હતા. જેમાં અનેક ઔષધીઓ થી નવકારા પાર્શ્વનાથ સહિત દરેક મૂર્તિઓ ના મંત્રોચ્ચાર પુર્વક અઢાર અભિષેક ત્યાર બાદ સતર ભેદી પુજા ભણાવવામાં આવી હતી.
કાર્યક્રમ માં સંગીત ની રમઝટ અને ધ્વજારોહણ નું વિધિ વિધાન શંખેશ્વર ના પંડિત સંગીતકાર આશીષ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું, રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ના મેનેજર યોગેશ શાહે જણાવ્યું હતું કે આ જિનાલય ની પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં સંવત ૨૦૫૯ ના વૈશાખ સુદ સાતમ ના રોજ ગુરુવારે થઈ હતી ત્યાર બાદ સંકુલ માં નિરંતર ધાર્મિક આધ્યાત્મિક સામાજિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ટ્રસ્ટ ના વાઘજીભાઇ વોરા સહિતસ્થાનિક તેમજ અન્યો નગરો ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી