પાટણ તા. ૧૬
રાધનપુર ધારાસભ્ય ના કાર્યાલય ખાતે પીપરાળાના ગ્રામજનોએ સોલાર માં વારંવાર થતી ચોરીની ઘટના મામલે આવેદનપત્ર આપી આ ચોરીઓની ધટના અટકાવવાની સાથે ચોરી ના ભેદ ઉકેલાઈ તે માટે કડક કાર્યવાહી કરવાની માગ સાથે રજૂઆત કરી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલ ની ચોરી થતાં સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે વખત પોલીસ ફરિયાદ નોંધાવી છતાં આજદિન સુધી ચોર ટોળકી નહિ પકડાતા ગ્રામજનો પરેશાન બન્યા છે.
સોલારમાં થયેલી બે ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત ધારાસભ્યને કરવામાં આવતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલીફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા પોલીસને જણાવતા પોલીસે તપાસ ના ચક્રોગતિમાન કરતા સોલાર ચોરીના ભેદને ઉકેલવામાં સફળતા સાપડી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી