fbpx

પાટણના ગાયનેક ડો.વી.એમ.શાહ પોતાના માદરે વતનની બાલુવા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ શૈક્ષણિક કીટ અપૅણ કરશે..

Date:

શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમ મા રાજકીય, સામાજિક આગેવાનો, ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહેશે.

પાટણ તા. 21 પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો. વી. એમ. શાહ દ્વારા પોતાના માદરે વતન એવા સરસ્વતી તાલુકાના બાલુવા ગામની પ્રાથમિક શાળા મા છેલ્લા 22 વષૅ થી ધો.1 થી ધો 8 મા અભ્યાસ કરતાં 250 થી વધુ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ સહિત સ્કૂલ બેગ ની ભેટ અપૅણ કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ સોમવાર ના રોજ ડો. વી. એમ. શાહ દ્વારા બાલુવા પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓને શૈક્ષણિક કીટ સહિત સ્કૂલ બેગ અપૅણ કરવામાં આવનાર છે.

આ શૈક્ષણિક પ્રવૃતિ ના કાર્યક્રમ પ્રસંગે રાજકીય, સામાજિક આગેવાનો સહિત બાલુવા ના ગ્રામજનો, શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પાટણના જાણીતા ગાયનેક તબીબી ડો. વી. એમ. શાહ દ્વારા છેલ્લા 22 વષૅથી કરવામાં આવતી સેવાકિય શૈક્ષણિક પ્રવૃતિને શાળા પરિવાર સહિત સમગ્ર બાલુવા ગ્રામજનો સરાહનીય લેખાવી રહ્યા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related