પાટણ તા. ૧૬
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 16 મે 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ નિમિત્તે વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં હતાં. જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પ્રકાશની વિભાવના, તેના સ્ત્રોતો અને ઉપયોગો પર નિષ્ણાત વાર્તા, પ્રકાશીય વૈજ્ઞાનિક ઘટનાઓ પર સાયન્ટિફિક-શો તથા પ્રકાશીય ઉપકરણો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્યમ થી પ્રકાશીય ઉપકરણ જેવા કે ટેલિસ્કોપ, પેરિસ્કોપ, લેન્સ, અરીસો, માઇક્રોસ્કોપ વગેરે ના સિંદ્ધાંતો, કાર્ય પ્રણાલી અને ઉપયોગો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મૈમન દ્વારા 1960 માં લેસરના પ્રથમ સફળ ઓપરેશનની વર્ષગાંઠની યાદમાં આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ દિવસનો ઉદ્દેશ્ય પ્રકાશ આધારિત ટેક્નોલોજી, જેમ કે લેસર અને ફાઈબર ઓપ્ટિક્સ અને સંચાર, આરોગ્ય સંભાળ અને ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના મહત્વ વિશે સચેતતા વધારવાનો તથા આપણા રોજિંદા જીવનમાં પ્રકાશના મહત્વને પણ પ્રોત્સાહન આપવાનો હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી