સાબુની ફેકટરીમાં કામ કરતા જશોમાવ ગામ ના યુવાનના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ..
પાટણ તા. 24 પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જશોમાવ ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલ માં અવાર નવાર જિંદગી થી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા હોવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે રવિવારે જશોમાવ ગામના પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર ઉમર 31 ના એ કોઈ અગમ્ય કારણોસર કેનાલ માં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જસોમાવ ગામ પાસે થી પસાર થતી કેનાલ મા કોઈ યુવાને મોતની છલાંગ લગાવી હોવાની જાણ લોકો ને થતાં ધટના સ્થળે ઉમટી પડયા હતા અને કેનાલ પાસે થી બાઈક ,મોબાઈલ અને ચપ્પલ મળી આવતા પોલીસને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.તો મહેસાણા ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ટીમ પણ આવી પહોંચી હતી અને કેનાલ માં રસ્સા,બોરીગ અને લાઈફજેક્ટ ની મદદ થી શોધખોળ કરી ભારે જહેમત બાદ સાંજે 5 વાગે યુવાનની લાશ મળી આવતા તેને બહાર કાઢવામાં આવી હતી.
જેનું પોલીસ દ્વારા પંચનામું કરી ચાણસ્મા ખાતે પી એમ કરાવી લાશ ને તેના વાલી વરસો ને સોંપવામાં આવી હતી.
આ બાબતે મૃતકના સંબંધી શૈલેષજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા કાકાનો દીકરો મંડાલી નિરમાં કંપની માં નોકરી કરતો હતો તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે અને તેના માતા પિતા ગામ માં રહે છે મૃતક પ્રવીણે શુ કારણે આત્મહત્યા નું પગલું ભર્યું એ ખબર પડતી નથી તેને 2વર્ષ નો બાળક અને 5 વર્ષ ની બાળકી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો બનાવ ના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.