google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર અગીચાણાના પાંચ આરોપીઓને એડિશનલ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી : એક નિર્દોષ જાહેર…

Date:

પાટણ તા. ૧૬
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અગીચાણાના પાંચ આરોપીઓને એડિશનલ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે. જેમાં જોઈએ તો 5 વર્ષ અગાઉની ઘટનામાં રાધનપુર સેશન્સ કોર્ટનો ચૂકાદો આવ્યો છે.અને બાળપણમાં થયેલી સગાઇ તોડી પ્રેમલગ્ન કરતાં યુવતીના સસરાની હત્યા કરાઈ હતી. વધુમાં જોઈએ,તો બાળપણમાં નક્કી કરેલ સગાઇ મુજબ લગ્ન ન થવાની અને પછી યુવતીના પ્રેમલગ્ન થવાની અદાવતમાં રાધનપુરના અગીચાણા ગામનાશખ્સો દ્વારા દહેગામ ખાતે 5 વર્ષ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં એકનું મોત નિપજ્યું હતું.

જ્યારે બે ઈજાગ્રસ્ત બન્યા હતા જે અંગે 6 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો.આ કેસ રાધનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં 5 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકાયો હતો. તમામ આરોપીઓને બંને ઇજાગ્રસ્તોને સંયુકત રીતે વળતર ચૂકવવા ઉપરાંત મૃતકના પત્ની અને સંતાનોને સરકારની સ્કીમ હેઠળ વળતર અપાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ પણ કરી છે.

અગીચણાના બાબુભાઈ રાયમલભાઈ આયર અને ધોળકડા ગામની આહિર લીલાબેન ઉર્ફે નીમુંબેનનું બાલ્ય વયે સગપણ થયેલ હતું પરંતુ નિમુબેને મોટા થતાં 20 વર્ષ બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી સગાઈ તોડી નાખી હતી. જેમાં નીમુબેન સાથે નજીકના 12 ગામમાં કોઈએ લગ્ન કરવા નહીં તેવો સામાજિક નિર્ણય કરાયો હતો. પણ આ પછી મોમાયાભાઈ ઉર્ફે મયુર મલાભાઇ આહિર રહે. દહેગામે લીલાબેન સાથે 7 ફેબ્રુઆરી 2019 ના રોજ અમદાવાદ મુકામે પ્રેમલગ્ન કરી લીધા બાદ સામાજિક રીતે લગ્ન કરવા 17 મે 2019 ના રોજ ધોળકડા મુકામે જાન લઈને જવાનું હતું. ત્યારે 15 મે 2019ના રોજ અગીચણાના શખ્સો દ્વારા દહેગામ જઇ હુમલો કર્યો હતો.

ખોટા સામાજિક રીવાજોના કારણે આ ગુનો બન્યો.. કોર્ટે ચૂકાદામાં નોંધ્યું છે કે પહેલાના સમયમાં બાળ લગ્ન થતા હતા. આ ઘટનામાં આરોપીના સગપણ નાની ઉંમરે બાળપણ વયે જેની સાથે થયા હતા તેણી એ લગ્નની ના પાડી દેતા અને તેની ઈચ્છા મુજબ પ્રેમલગ્ન કર્યા હતા. ખોટા સામાજિક રિવાજો બાળકોનું નાનપણનું બાળપણ છીનવી લેતા હોય છે. હાલના કિસ્સામાં આવા ખોટા રિવાજો અને માનસિકતાના કારણે આ ગુનો બનેલ છે જેથી સમાજ યોગ્ય દિશામાં આગળ વધે, સમાજમાં નૈતિક મૂલ્યો, કાયદાનું શાસન, સોહાદપૂર્ણ સહજીવન અસ્તિત્વમાં રહે તે માટે દોષિત વ્યક્તિઓને યોગ્ય સજા થવી જરૂરી છે.

રાધનપુર પોલીસ માં કઈ કઈ કલમો મુજબ,કોના કોના સામે FIR કરી હતી.. ઉપરોકત ફરીયાદ આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નં.૬૫/૨૦૧૯ થી અગીચાણાં ગામના ૧,આયાર બાબુભાઈ રાયમલભાઈ ૨,અયાર દિનેશભાઈ રાયમલભાઈ ૩,આયર દેવાયતભાઈ રાયમલભાઈ ૪,આયર તેજાભાઇ ભલાભાઈ ૫,આયર અરજણભાઇ ઉર્ફે અજાભાઈ તેજાભાઇ અને ૬,આયર રાયમલભાઈ ભલાભાઈ આરોપી ઓ વિરુધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ (હવે પછી ટૂંકમાં ‘ઈ.પી.કો.’ કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૫૧, ૩૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબનો ગન્હો દાખલ થયેલ હતો.

આરોપી તરફે વિ.વકીલ કે.એમ.કાઝીએ સજા અંગેની પોતાની દલીલોમાં રજુઆત કરેલ કે, આ કામના આરોપીઓ ગરીબ વર્ગના છે. આરોપીઓ ઉપર તેમના કુટુંબની જવાબદારી રહેલ છે. આરોપીઓ સામે આ પ્રથમ ગુનો પુરવાર થયેલ છે.આરોપીઓની આર્થિક, સામાજીક પરિસ્થિતી ધ્યાને લઈ, આરોપીઓ ઉપર દયા રાખી ઓછામાં ઓછી સજા કરવા કોર્ટ સમક્ષ અરજ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લા બિલ્ડર એસોસિએશને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ તા.2સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે વરાયેલા...