fbpx

બાલીસણા ના નિલકંઠ મહાદેવ મંદિર પાછળની સમાધિ ઓ જેસીબી થી તોડી જમીન પચાવી પાડવાની વૃતિ ધરાવનારાઓ સામે બાલીસણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ..

Date:

પાટણ તા. ૧૮
પાટણ ના બાલીસણા ગામે,પાળેશ્વર મહાદેવ ખાતે રહેતા અને હાલમાં ૧,હરિઓમ, શિવશંકર સોસાયટી, સી.ટી.એમ. અમદાવાદ ખાતે રહેતા ગોસ્વામી ગજેન્દ્રપુરી મનહરપુરીનાઓએ બાલીસણા પોલીસ મથકે પટેલ રમેશભાઈ હીરાભાઈ રહે, બાલીસણા, પટેલ વિનોદભાઈ રેવાભાઈ રહે, દિયોદર, પટેલ વિનયકુમાર રેવાભાઈ રહે. બાલીસણા,પટેલ અંબારામ લક્ષ્મીચંદ રહે. પાટણ, પટેલ રમેશકુમાર અંબાલાલ રહે. પાટણ, પટેલ કમલેશભાઈ ભગવાનભાઈ રહે. બાલીસણા, પટેલ સેવંતીભાઈ ગણેશભાઈ રહે. અમદાવાદ. પટેલ નાથાભાઈ ખોડાભાઈ રહે. બાલીસણા,પટેલ પ્રવિણકુમાર શંકરભાઈ રહે. બાલીસણા, પટેલ કાંતિલાલ અંબાલાલ રહે. વડોદરા અને પટેલ ભરતકુમાર ભગવાનભાઈ રહે.બાલીસણા વાળા સામે ફરીયાદી નોધાવી છે કે તેઓના વડવાઓ નિલકંઠ મહાદેવમાં રહેતા હતા અને વડવાઓ ની આઠ પેઢીની સમાધી નિલકંઠ મહાદેવ માં આવેલ હતી તથા મંદિર ની પુજારીઓ દ્રારા પુજા કરવામાં આવતી ત્યારે ઉપરોક્ત ઈસમોએ તોહમતદારોના મણાપીપણા માં ટ્રસ્ટ બનાવીને જમીન હડપ કરીને ગુનો આચરેલ હોવા ના આક્ષેપ સાથે ઉપરોક્ત તમામ સામે કાનુની કાર્યવાહી કરાવાની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગોસ્વામી ગજેન્દ્ર પુરી મનહર પુરી એ બાલીસણા પોલીસ મથકે ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ નોધાવેલ ફરીયાદ ની હકીકતએ છે કે,અમો ના કુંટુંબી ભાઈઓ કે જે ઘણા વર્ષો થી નિલકંઠ મહાદેવની સેવા પુજા કરી તેઓનુ ગુજરાન ચલાવતા હતા જેઓની સાથે અત્યારે હાલ ઉપરોક્ત જણાવેલ તો હમતદારો દ્રારા ઘણા એવા ગુનાઓ આચરેલ છે જેઓની આર્થિક તથા સામાજીક પરિસ્થિતિ સારી ન હોવાથી અમો તેઓ ના વતી આ ફરીયાદ કરીએ છીએ જેની હકીકત અમો નીચે મુજબ પોલીસ સમક્ષ રજુ કરીએ છીએ.

૧) ગ.સ્વ.મંગુબેન રમેશપુરી હરીદેવપુરી ની વિધવા ૨) ગ.સ્વ.કાંતાબેન મહેન્દ્રપુરી હરીદેવપુરીની વિધવા ૩) ગ.સ્વ.ભીખીબેન નરેશપુરી હરીદેવપુરી ની વિધવા ૪) ગ.સ્વ.આશાબેન કાંતીપુરી હરીપુરીની વિધવા ૫) સ્વ.દશરથપુરી હરીદેવપુરી ના અનાથ બાળકો જગદીશપુરી તથા લાલો ૬)કેશવપુરી હરીપુરી જેઓ તમામ સિનિયર સિટિઝન છે જે નિલકંઠ મહાદેવ મંદિર ની પુજારી તરીકે ત્યાના મંદિર માં વસવાટ કરતા હતા તથા દિવસ રાત નિલકંઠ મહાદેવ ની પુજા અર્ચના કરતા હતા.

ત્યારબાદ આજથી લગભગ ૨ માસ પહેલા ઉપરોક્ત જણાવેલ તોહમતદારો દ્રારા એક જુથ બનાવી ને અમારા વડવાઓની બસો વર્ષ જુની બનાવામાં આવેલ સમાધીઓ જે.સી.બી બોલાવી સમાધી ઉપર જે.સી.બી ફેરવી અમારી સમાધી નષ્ટ કરેલ છે આમ આરાઓપીઓ અમારી લાગણીઓને દુભાવવાનો પ્રયત્ન કરેલ છે.

તોઆરોપીઓ એકજ કોમના અને માથા ભારે તત્વો હોવાથી તેમજ બળજબરાઈ પુર્વક તથા કોઈ પણ કાનુની નોટીસ કે કોઈ કાનુની કાર્યવાહી કર્યા વિના ખોટી રીતે કાનુન ને હાથ માં લઈ ને ખોટી રીતે અમારાકુટુંબીજનો ના સંડાસ,બાથરુમ તથા ઇલેક્ટ્રીક કનેકશન જે પ્રધાનમંત્રી સહાય માં મળેલ તે તોડી નાખવામાં આવેલ અને અમારા કુંટુબીજનોને માર મારી ને ભગાડી ને ગુનાહિત કાર્ય આચરેલ તથા તેની સામે કોઈ કાનુની કાર્યવાહી નહિ કરવાની અને જો કરવામાં આવશે તો તેઓને તેનુ ભારે પરિણામ ભોગવુ પડશે તેવું કહેવામાં આવેલ હોય જે બાબતે અમો તારીખ ૦૭/૦૫/૨૪ ના રોજ બાલીસણા ગામે જવાથી જાણવા મળેલ કે અમારા સમાધી સ્થાનો તોડી પાડવામાં આવેલ છે.

તેમજ અમારા કુંટુબીજનો ને મારી ને ભગાડી મુકેલ છે તેમજ અમારી જમીન પર ખોટી રીતે બળજબ
રાઈપુર્વક કબજો કરેલ છે. અમો સાધુઓને સમાધી માટે બીજુ કોઈ સ્થાન મળેલ ન હોવાથી અમોએ અમારી સામાધીસ્થાન મુકરર ન હોવાથી અમોએ મંદિરની પાછળના ભાગમાં સમાધી આપતાં હતા. તે અમારી સમાધી સ્થાન વાળી જમીન આરોપીઓ પડાવવા માટે આરોપીએ ભેગા મળી આ જમીન પડાવવા માટે ટ્રસ્ટ ની સ્થાપના કરીને અમારી આ જમીનોને પડાવી લીધેલ છે.

અમો ફરિયાદી ને આ સમય ગાળા માં શારિરીક તકલીફ થઇ ગયેલ હોવાથી જેવી કે અમો ને આ રીતે બહાર કાઢિ દેવાથી તથા અમારા ભાઇઓ બે-ઘર થવાથી અમો ને તેનું ટેન્શન થવાથી એટેક નો હુમલો થયેલ હતો. જેથી અમો આ ફરિયાદ કરવામાં મોડા પડેલ છે તથા બીજી હકીકત જણાવીએ તો અમો ને સામાવાળા તરફ થી ઘણા બધા ધમકી ના સમાચાર તથા ધાક ધમકી મળતી હોવાથી અમો ફરિયાદી ફરિયાદ કરવામાં સમય વિલંબ થયેલ છે.

અમો ફરીયાદીની આ ફરીયાદ સાથે સમાધીના ફોટા રજુ કર્યા છે. તો આ ફરીયાદને ધ્યાને લઈ અમો ફરીયાદેને યોગ્ય ન્યાય આપશોજી અને આરોપી ઓ સામે કાયદે સર ની કાર્યવાહી કરવા આપ ને અમારી નમ્ર અરજ છે તેવો ઉલ્લેખ તેઓએ બાલીસણા પોલીસ મથકે આપેલ લેખિત ફરિયાદ મા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં એમ. એસ સી બી. એડ્. યુવાનને ONGC માં નોકરી અપાવવા ની લાલચ આપી રૂા. ૮ લાખ ખંખેર્યા…

પાટણ તા. ૩૦પાટણ શહેરનાં એક નોકરી વાંચ્છુ યુવાનને નોકરી...

ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..

રથયાત્રાના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે...

પાટણ સરકારી ઇજનેરી કોલેજ ખાતે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમનું આયોજન કરાયું…

પાટણ તા.11પાટણ સરકારી ઇજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ અને...

પાટણની ધારપુર હોસ્પિટલમાં મ્યુકોર માયકોસિસ ગ્રસ્ત મહિલાની વિનામૂલ્યે સારવાર કરાઈ..

પાટણની ધારપુર હોસ્પિટલમાં મ્યુકોર માયકોસિસ ગ્રસ્ત મહિલાની વિનામૂલ્યે સારવાર કરાઈ.. ~ #369News