પાટણ તા. 15
ભારતના સંવિધાનના નિર્માતા યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી નિમિત્તે પાટણ શહેરમાં દેવટાઉનશીપ ખાતે પ્રથમવાર એક નવી પહેલ કરીને ડો. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે.
પાટણમાં ચાણસ્મા હાઇવે પર પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલ ૧૬૭ મકાનો વાળી દેવ ટાઉનશિપ સોસાયટીમાં સિમ્બોલ ઓફ નોલેજ, ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ તા. 14 એપ્રિલ ના રોજ પૂર્વ આચાર્ય સ્વ. દિનેશભાઈ સદાભાઈ વાણીયાની સ્મૃતિ અને સૌજન્યથી નવીનભાઈ એસ. વાણીયા ના આર્થિક યોગદાનથી આમંત્રિત મહેમાનો તેમજ સોસાયટી ના રહીશોની ઉપસ્થિતિ માં અનાવરણ કરાયું હતું.
સ્ટેચ્યુ ખુલ્લું મુકવામાં આવ્યુ ત્યારે જય ભીમ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના આગેવાનો કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પિ ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમમાં નવીનભાઈ વાણિયા, ધવલ વાણિયા, પુરુષોત્તમ વાણિયા, રજનીકાંત વાણિયા, લીનાબેન તેમજ સોસાયટીના પ્રમુખ કાન્તિભાઈ પરમાર, મંત્રી મનુભાઈ ભદ્રાડીયા, ઉપપ્રમુખ જયંતિભાઈ સોલંકી, ખજાનચી દિલીપભાઇ પરમાર સહિત દેવ ટાઉનશિપના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સોસાયટીની યુવા ટીમ સહિત આયોજકો દ્વારા જહેમત ઉઠાવી હતી.