fbpx

પાટણ પાલિકા પ્રમુખ દ્વારા કરાયેલ વોડૅ ઇન્સ્પેક્ટરોની બદલી ના હુકમ ને અટકાવવા શાસક પક્ષના જ સેવકોએ બાયો ચડાવી..

Date:

પાટણ તા. ૩
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શાસક પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોના અંદરો અંદરના વિવાદોના કારણે પાટણની પ્રજા પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે. પાટણ શહેરમાં સતત વરસતા વરસાદના કારણે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ગંદકીની સમસ્યા, રોડ રસ્તા ની સમસ્યા જેવી પ્રાથમિક સમસ્યાઓ ઉદ્ભભવવા પામી છે. તો શહેરના આવા વિસ્તારોની નિયમિત પણે વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા સફાઈ કર્મચારીઓ પાસે સફાઈ કામગીરી અને વરસાદી ભરાયેલા પાણી ના નિકાલની કામગીરી જે પ્રમાણે થવી જોઈએ તે પ્રમાણે ન કરાતી હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરના તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરો ની અરસપરસ ની બદલી નો ઓર્ડર કરી શહેરીજનોની સુખાકારી માટેના પ્રયાસો હાથ ધરવાની કામગીરી કરવામાં આવી છે.

પરંતુ શાસક પક્ષના જ કેટલાક નગરસેવકો દ્વારા પાલિકા પ્રમુખ દ્વારા કરાયેલી વોર્ડ ઇન્સ્પેક્ટરોની અરસ પરસ ની બદલીઓ અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા હોવાનું પાલિકાના આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પક્ષના આદેશને શિરો માન્ય રાખતી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગર સેવકોની અંદરો અંદરના અસંતોષ ને કારણે આજે પાટણના નગરજનો ચોમાસાની ઋતુમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. શહેરીજનોની યાતના ઓ દૂર કરવાની જગ્યાએ ભાજપ સાશિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો ની અંદરો અંદરની હુસાતુસીના કારણે શહેરીજનો રોડ રસ્તા, ભુગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટો, સફાઈ નો અભાવ સહિતની પ્રાથમિક સુવિધા થી વંચિત રહી મુશ્કેલી ભોગવી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રોટરી કલબ દ્વારા આયોજિત તરણ સ્પર્ધામા 110 સ્પૅધકોએ ભાગ લીધો…

વિજેતા સ્પૅધકોને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.. પાટણ તા. ૨૩રોટરી...

રાધનપુર-સાતલપુર નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓએ ટ્રેલર ચાલકનો ભોગ લીધો..

અકસ્માત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાટણ સાંસદે...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી. ~ #369News