google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સમીના દાઉદપુર નજીકની કેનાલ માગૅ પરથી પસાર થતી રીક્ષા નું ટાયર નિકળી જતાં રીક્ષા પલ્ટી ખાતા 7 મુસાફરો ધવાયા..

Date:

પાટણ તા. 25
પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ નજીક થી પસાર થતી કેનાલ ઉપરથી પેસેન્જર ભરીને પસાર થઇ રહેલ રીક્ષા નું કોઈ કારણસર ટાયર નિકળી જતાં રિક્ષા ચાલકે સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતાં રીક્ષા રોડ સાઈડ ની ચોકડીમાં પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમા રિક્ષામાં સવાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ રવિવારે બપોર ના સુમારે સમીના દાઉદપુર કેનાલ પાસે ના માગૅ પરથી મુસાફરો ને લઇ જઈ રહેલ રીક્ષા નું ચાલુ રીક્ષાએ ટાયર નિકળી જતાં રીક્ષા રોડ સાઈડની ચોકડીમાં પલટી ખાઈ જતાં રીક્ષામાં સવાર 7 મુસાફરો ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

તો આ અકસ્માત ની જાણ માગૅ પરથી પસાર થતા લોકોને થતાં તેઓએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્ત મુસાફરો ને બહાર કાઢી તમામને સારવાર અર્થે 108 દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની તજ વીજ હાથ ધરી હતી. આ અકસ્માત મામલે આ લખાઈ છે ત્યાં સુધી પોલીસ દફતરે ફરિયાદ નોધાઈ હોવા નું જાણી શકાયું નથી..

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...