fbpx

ચાલુ સાલે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બિનશૈક્ષણિક સ્ટાફનું વેકેશન કેન્સલ કરાયું..

Date:

પાટણ તા. ૧૮
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં શૈક્ષણિક સ્ટાફને રજાઓ મળતી હોય છે વહીવટી ભવનમાં ફરજ બજાવતાં બિન શૈક્ષણિક સ્ટાફના હિતમાં વેકેશન દરમિયાન કામનું ભારણ ઓછું હોવાના કારણે એક સપ્તાહથી ઓછું મીની વેકેશન અપાતું હતું. આ રજાના દિવસો ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન કામગીરી ચાલુ રાખી સરભર કરાતી હતી.

પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં વેકેશન દરમિયાન જ પ્રવેશ પ્રક્રિયા થઈ રહી હોય સાથે પરિણામો જાહેર થઈ રહ્યા હોય અને છાત્રો કામ અર્થે આવતા હોય સંલગ્ન કોલેજોના સ્ટાફ તેમજ છાત્રોની કામગીરીમાં વિલંબ ન થાય તેમજ છાત્રોને ધક્કા ખાવા ના પડે માટે આ વર્ષે વેકેશન દરમિયાન જાહેર રાજાઓ સિવાય વધારાની કોઈ રજા બિન શૈક્ષણિક સ્ટાફને મળશે નહીં.અને સમગ્ર વેકેશન દરમિયાન વહીવટી ભવનમાં કામગીરી રાબેતા મુજબ કાર્યરત રહેશે તેવું યુનિવર્સિટી ના સૂત્રોએ જણાવ્યુ હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

રાજય સરકાર દ્વારા પ્રજાપતિ સમાજને સેરથા નજીક ૧૫ હજાર ચો.મી. જગ્યા ૫0℅ ના ભાવથી ફાળવવામાં આવી..

ગુજરાત ના મુખ્યમંત્રી નો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગેવાનો...