fbpx

પાટણમાં વીજ કંપની લિમિટેડ ની પેટા વિભાગીય કચેરી ઓનું રાજકીય આગેવાનો ના વરદ હસ્તે લોકાર્પણ કરાયું..

Date:

1.4 કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ પાટણ શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીઓ ખુલ્લી મુકાયા..

આગામી સમયમાં પાટણ જિલ્લામાં 4 નવા સબસ્ટેશન બનશે: મંત્રી કનુભાઈ દેસાઈ…

પાટણ તા.10
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ ભાઈ દેસાઈનાં વરદ હસ્તે બુધવારે પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરી ઓ પાટણ શહેર-1 અને 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.રૂ. 1.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ કચેરીઓને મંત્રીએ રીબીન કાપી ને ખુલ્લી મુકી હતી.ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજીત લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ શહેર-1 અને શહેર-2 ની પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.

અગાઉ વીજ સંબંધિત પ્રશ્નો માટે પાટણનાં લોકોને મહેસાણા જવું પડતું હતુ પરંતું હવે આ પેટા વિભાગીય કચેરી દ્વારા પાટણમાં જ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું હતુ કે, દેશમાં જ્યોતિગ્રામ થી શરૂ કરીને અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીનીવામાં જે 0 કાર્બન એટલે કે રીન્યુએબલ એનર્જી વિશે વાત કરી હતી તેને પણ યાદ કરી હતી.

વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં ગુજરાત 50% વીજળી સૌર અને વીજળીથી મેળવશે. આજે ગુજરાત 81% રૂફટોપ સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે. પાટણનાં લોકોને આજે 108 મેગા વોટ સૌર વીજળીથી 5 કરોડ 78 લાખની રાહત મળી છે. આગામી સમયમાં પાટણમાં 4 નવા સબસ્ટેશન બનશે જેનાં થકી પાટણ વાસીઓને ઘણો ફાયદો થશે. વીજળી નો સપ્લાય સાતત્યપુર્ણ રહે તે માટે પાટણ જિલ્લા ને 345 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવા માં આવી છે. ઊર્જા વિભાગ આપ સૌ સાથે છે અને સૌના સહકારથી ઉત્તર ગુજરાત વીજ કંપની સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે રહેશે.

આજનાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણાં સૌ માટે આનંદનો દિવસ છે. આજના દિવસે પાટણ વાસી ઓને મોટી ભેટ મળી છે. પહેલા વીજળી ને લગતા કેટલાક પ્રશ્નો માટે મહેસાણા જવું પડતું હતુ પરંતુ આ બે નવીન પેટાવિભાગીય કચેરીઓના લોકાર્પણથી પાટણમાંજ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. આજે રાજ્ય સરકાર દરેક માનવીને વીજળી મળી રહે તે માટે સારામાં સારું કાર્ય કરી રહી છે. ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. ખેતીકામમાં ઉદ્યોગ ક્ષેત્રે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે છે. હવે દિનપ્રતિદિન વીજળી ક્ષેત્રે ગુજરાતમાં પ્રગતિ થઈ રહી છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત કહેવાય.

પેટા વિભાગીય કચેરીઓના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે નાણાં, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા, લોકસભા પાટણ સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, આઈ.એ.એસ. પ્રિન્સિપલ સેક્રેટરી ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ શ્રીમતી મમતા વર્મા, મેનેજીંગ ડીરેક્ટર જી.યુ.વી.એન.એલ. જય પ્રકાશ શિવહરે, ધારાસભ્ય પાટણ ડો.કિરીટભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ પાટણ શ્રીમતી સ્મિતાબેન પટેલ, કલેકટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડ,મેનેજીંગ ડીરેક્ટર યુ જી વી સી એલ અરુણ મહેશ બાબુ, મુખ્ય ઈજનેર (ઓપરેશન) યુજીવીસીએલ વી.એમ. શ્રોફ, મુખ્ય ઈજનેર (P & P) યુ જી વી સી એલ જી.એચ.અન્જિનિયર તેમજ વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ કપાસની 545 મણની આવક…

પાટણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1151 થી 1751...

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. ~ #369News