શ્રીસ્થળ સંગ્રહાલય સિદ્ધપુર ખાતે “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ”ની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૧૮
પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, રમત ગમત અને યુવા સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓના વિભાગ દ્વારા તા. ૧૮ મે આંતરરાષ્ટીય સંગ્રહાલય દિવસ નિમિત્તે શ્રીસ્થળ સંગ્રહાલય ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

શ્રી સ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર ખાતે “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ”ની ઉજવણીના અવસરે લુપ્ત થતી કલાને દર્શાવવા માટે ચરખા શોના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંગ્રહાલયના મુલાકાતી અને બાળકોએ ભાગ લીધો હતો. શ્રીસ્થળ સંગ્રહાલય ખાતે વિશેષ રૂપે બાળકોના મનોરંજન માટે ઊંટ ગાડીની સવારી નું આયોજન તેમજ બાળકો માટે લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુલાકાતીઓ, બાળકો, વાલીઓ તથા આજુબાજુના સ્થાનિક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.