સિધ્ધપુર,સરસ્વતી બાદ પાટણ તાલુકા ના ધારપુર, સંખારી અને રણુજ ગામના અનુસૂચિત જાતિ પરિવારોએ ધર્મ પરિવર્તન માટે માંગ કરી..
ધર્મ પરિવર્તનની માંગ કરી રહેલા અનુસૂચિત જાતિ પરિવારના સભ્યોને કલેકટરે બોલાવી રૂબરૂ સાંભળ્યા..
પાટણ તા.6
પાટણ જિલ્લાના જુદા જુદા તાલુકા ના ગામો માથી અનુસુચિત જાતિ સમાજના પરિવારો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કલેકટર ને અરજી કરી રહ્યા છે તાજેતરમાં સિધ્ધપુર તાલુકાના કેટલાક ગામોના અનુસુચિત જાતિ પરિવાર દ્વારા ધમૅ પરિવતૅન માટે કલેકટર પાસે અરજી કરી હતી. ત્યારબાદ સરસ્વતી તાલુકા ના અનુસુચિત જાતિ પરિવારોએ અને મંગળવારે પાટણ તાલુકાના ધારપુર, સંખારી, રણુંજ ગામના અનુસુચિત જાતિ સમાજના પરિવારો એ કલેકટરે સમક્ષ ધમૅ પરિવતૅન માટે રજુઆત કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાંથી અનુસૂચિત જાતિ સમાજના પરિવારજનો હિન્દુ ધર્મને ત્યાગી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કલેકટર કચેરીમાં અરજી કરી રહ્યા છે જે અરજી ના અનુસંધા ને કલેક્ટર દ્વારા ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિ પરિવારના લોકોને કલેકટર કચેરી ખાતે ક્રમશ બોલાવી કોઈ દબાણને વશ થઈને તેઓ ધર્મ પરિવર્તન કરતા નથી ને તે બાબતની પૂછપરછ કરી તેઓના મૌખિક જવાબો મેળવી રહ્યા છે ત્યારે મંગળવાર ના રોજ પાટણ તાલુકાના સંખારી રણુજ ધારપુર ગામના અનુસૂચિત જાતિ પરિવાર ના ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતા સભ્યોને જિલ્લા કલેક્ટર દ્વારા રૂબરૂ બોલાવ્યા હોવાનું અને તેઓના મૌખિક જવાબ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિ સમાજના લોકો હિન્દુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તત્પર બન્યા છે ત્યારે તંત્ર માટે પણ આ બાબત ચિંતા નો વિષય બની હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે હાલમાં પાટણ તાલુકાના ગામોમાંથી ધર્માંતરણ માટે અરજી કરતા અનુસૂચિત જાતિ પરિવાર ના સભ્યોને કલેકટર દ્વારા બોલાવી અભિપ્રાય લેવામાં આવ્યા છે.આ અરજીઓ મામલે કલેક્ટર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું નથી.