fbpx

યુનિવર્સિટીમા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ : તા.3 જુન સુધી ફોમૅ ભરી શકાશે..

Date:

પાટણ તા. ૨૩
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસ ક્રમની કોલેજોમાં ઓન લાઇન પ્રવેશ પ્રક્રિયા નો ગુરૂવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે પ્રવેશ પ્રક્રિયા આગામી તા. 3 જુન સુધી ચાલુ રહેનારા હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જીકાસ પોર્ટલ પર અનુસ્નાતક અભ્યાસ
ક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ગુરૂવારથી પ્રારંભ કરાતા વિધાર્થીઓ દ્રારા ઓનલાઇન ફોમૅ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.જે ઓનલાઇન ફોમૅ તા. 3 જૂન સુધી છાત્રો ફોર્મ ભરી શકશે.

ચાલુ સાલે સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2024-25 માં કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારફતે ઓનલાઇન કરવામાં આવી છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનારા છાત્રોને હવે ઉચ્ચ અનુસ્નાતક અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા GCAS પોર્ટલ ઉપર ગુરૂવારથી શરૂ થવા પામી છે.જેમાં છાત્રો આગામી 3 જૂન સુધી પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે.

ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં આગામી તા. 21 મેં થી ત્રણ જૂન સુધી છાત્રો ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકશે.ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી તા. 14 અને 15 જૂન પ્રોવિઝન મેરીટ જાહેર થશે. છાત્રો દ્વારા તેની ચકાસણી પૂર્ણ કર્યા બાદ તા. 18 -19 જૂન ફાઇનલ મેરીટ જાહેર થશે. ફાઇનલ મેરીટ માં સમાવેશ થયેલા છાત્રો તા. 20 થી 28 જૂન સુધી કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે તેવુ પાટણ યુનિવર્સિટી ના સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 4 મોત 6 થી વધુ ધાયલ….

મૃતકોની લાશના પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં માં...

બાલીસણા રહેણાંક વિસ્તાર માથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને એલ. સી. બી. એ ઝડપ્યા…

પાટણ તા.૧૧પાટણ શહેર અને જીલ્લા માંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવૃતિ...