fbpx

ગુજરાતના 33 જિલ્લાઓ અને 8 મહાનગરમાં માતા રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે મહિલા મેડીકલ કેમ્પ યોજાશે..

Date:

પાટણ તા. ૬
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના માર્ગદર્શેન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકર જી ની તા. ૭ ફેબ્રુઆરીના રોજ જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત ના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલા ઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

જે મેડિકલ કેમ્પના આયોજન અને વ્યવસ્થા માટે તમામ જીલ્લાઓ અને મહાનગરો ખાતે તા.૦૪ ફેબ્રુઆરી ના રોજ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં ડોકટર સેલના કન્વીનર – સહ કન્વીનર,જીલ્લા-મહા નગરમાંથી જનરલ સંગઠન તેમજ મહિલા મોરચાના પદાધિકારી સહિત અનુ સૂચિત જાતિના પદાધિકારી, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત,નગરપાલિકા,મહાનગર પાલિકા ના સભ્યો, મોરચાના પ્રભારી સહિતઅપેક્ષિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મેડીકલ કેમ્પનું સ્થાન એવુ પસંદ કરવુ કે જયાં બહેનોનું ચેકઅપ થાય તેવા આશરે પાંચ જેટલા રૂમ હોય જેથી બહેનોના મેડીકલ ચેકઅપ દરમ્યાન મર્યાદા જળવાઈ રહે. આ માટે સમાજની વાડી, સ્કુલ, આશ્રમશાળા કે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલને પસંદ કરવી.મેડીકલ કેમ્પ તા.૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૦૧ થી ૦૫ કલાકની વચ્ચે રાખવો,જીલ્લા મહાનગરના ડોકટર સેલના ડોકટરો મેડીકલ કેમ્પમાં સેવા આપવી.

જે મેડીકલ કેમ્પમાં તપાસ કરનાર ડોકટર શક્ય હોય ત્યાં સુધી મહિલા ડોકટર જ રાખવા, જીલ્લા, મહા નગર કક્ષાએ પ્રમુખ-મહામંત્રી કે આ કાર્યક્રમના સંયોજકોએ જેતે જીલ્લા મહાનગરમાં સ્થાનિક મીડીયા, સોશીયલ મીડીયા કે વાહનો દ્વારા આ મેડીકલ કેમ્પનો પ્રચાર- પ્રસાર થાય અને વધુમાં વધુ લોકો આ કેમ્પ માં ચેકઅપ માટે આવે તેવી વ્યવસ્થા કરવી અને આ માટે જે વિધાનસભામાં મેડીકલ કેમ્પ થવાનો છે તે વિધાનસભા વિસ્તારમાં ચાલી, મહોલ્લા, સોસાયટીમાં નાની-નાની બેઠકો કરી, મેડીકલ કેમ્પની માહિતી આપી અગાઉથી ચેકઅપ માટે આવનાર બહેનોનું નામ, સરનામુ અને સંપર્ક નંબરની નોંધણી કરવી જેવી બાબતો થી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

ગુજરાત પ્રદેશ ભાજપના માગૅદશૅન હેઠળ અનુ.જાતિ મોરચા અને ડોકટર સેલ દ્વારા તા. ૭ ફેબ્રુઆરીના રોજ આયોજિત રમાબાઈ આંબેડકરજી ની જન્મ જયંતી પ્રસંગે મહિલાઓ માટે આયોજિત નિદાન સાર વાર કેમ્પ નો મુખ્ય ઉદેશ મહિલા સશકિતકરણ ને પ્રોત્સાહન આપવાનો હોવાનું ગુજરાત પ્રદેશ અનુ સુચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા તથ ચિકીત્સા સેલના પ્રદેશ સયોજકશ્રી ડો.ધર્મેન્દ્રભાઈ ગજ્જર એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related