google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રથમ સમર સાયન્સ કેમ્પ – 2024 ની સફળતા બાદ લોકલાગણી ને માન આપી બીજો સમર કેમ્પ યોજવાનું નકકી કરાયું..

Date:

પાટણ તા. ૨૪
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ધોરણ 6 થી 9 માટે ત્રણ દિવસીય આયોજિત કરવામાં આવેલ સમર સાયન્સ કેમ્પ શુક્રવારે વિદ્યાર્થીઓની વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગીદારી સાથે સંપન્ન થયો હતો. સમર સાયન્સ કેમ્પમાં STEM (સા.ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) આધારિત વિવિધ સાયન્ટિફિક વર્ક શોપ અને એક્ટિવિટીઓ સાથે સાયન્ટિફિક-શોનું આયોજન કરેલ છે

જેમાં આજે ક્લાઇમેન્ટ ચેન્જ, ઊર્જા સંરક્ષણ, પ્રકાશિય ઉપકરણો પર વર્કશોપ, ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વીની ઉત્પતિ પર સાયંટિફિક-શો, માટીથી સાયંટિફિક રમકડાં બનાવવા, મિશન લાઈફ ની થીમ પર વક્તૃત્વ સ્પર્ધા, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ જેવી વિવિધ એક્ટિવિટીઓનો સમાવેશ થાય છે.

સાયન્સ સેન્ટર ના નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્યમ થી ઊર્જાના પ્રકારો, ઊર્જા સરક્ષણના નિયમો, સારું અને ખરાબ આબોહવા ની અસરો, પ્રકાશિય ઉપકરણો, તેના સિદ્ધાંતો, તેની કાર્યપ્રણાલી વિશે નિદર્શન સાથે સમર સાયન્સ કેમ્પ માં ધણી બધી સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ પ્રથમ સમર સાયન્સ કેમ્પ-2024 ની સફળતા માટે સાયન્સ સેન્ટર ની ટિમ અને સહભાગીઓને આભાર વ્યક્ત કર્યા બાદ બીજા સમર સાયન્સ કેમ્પના આયોજનની ઘોષણા કરી હતી જે આગામી સપ્તાહમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓને મુશ્કેલ વૈજ્ઞાનિક ખ્યાલો મનોરંજક રીતે શીખવામાં મદદ કરાશે તેવું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર મામલતદાર ની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ..

પાટણ તા. 11ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત, પાટણ...

પાટણ જિલ્લા પંચાયત ની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે દિપક પટેલ ની વરણી કરાઈ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે...

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સ્પધૉ મા ભાગ લેનાર યુનિ.ખેલાડીઓના પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરાશે..

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સ્પધૉ મા ભાગ લેનાર યુનિ.ખેલાડીઓના પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરાશે.. ~ #369News