fbpx

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સ્પધૉ મા ભાગ લેનાર યુનિ.ખેલાડીઓના પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરાશે..

Date:

પાટણ તા. 10
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પરીક્ષા દરમ્યાન ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે તો તેમનું પ્રોરેટા પદ્ધતિથી પરિણામ જાહેર કરાશે તેવું યુનિવર્સિટી ની કારોબારી દ્રારા નિણૅય કરાયો હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ પરીક્ષાઓની ચિંતાથી મુકત બની રમત ગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરે તે માટે ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે પરીક્ષાઓ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર ખેલાડીઓનું પરીક્ષાનું પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરવા યુનિવર્સિટી ની કારોબારી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીની સંપૂર્ણ પરીક્ષાનું પરિણામ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીનુ 3 વિષય સુધીનું પરિણામ પ્રોરેટા પદ્ધતિથી જાહેર કરવા યુનિવર્સિટી ની કારોબારી એ નિણૅય કર્યો હોવાનું યુનિવર્સિટી ના શારીરિક નિયામક અને યુનિવર્સિટી ના કા.રજિસ્ટાર ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ પાટણ ની રામનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો..

ઉપસ્થિત મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન...

ચાણસ્મા ગોગા બાપાને આમ્ર મનોરથ 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો…

પાટણ તા. ૨૯ચાણસ્માના જૂના રબારી વાસમાં આવેલા 5200 વર્ષ...