પાટણ તા. ૨૪
પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ માં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી વધુ એકવાર અકસ્માતની ઘટના સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે ના માગૅ પર જુદી જુદી બે ઘટનાઓ અકસ્માત ની બનવા પામી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આવી અકસ્માત ની ધટનાઓ બનતી અટકાવવા સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામેના માગૅ પર બંમ્પ બનાવવાની માગ ઉઠવા પામી છે.
સાંતલપુરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર સામેના માગૅ પર વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ત્યારે અકસ્માત ની 2 નાની-મોટી ઘટનાઓ બનતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
આ વિસ્તારમાં પોલીસ મથક, સરકારી હોસ્પિટલ સહિત રણમાં જતાં માર્ગને જોડતો રસ્તો હોય ઓવર સ્પીડ માં આવતા બાઇક ચાલકો ક્યારેક લપસી ને અકસ્માત નો ભોગ બને છે. તો ક્યારેક રાહદારીઓ ને વાહન અડકી જતાં નાના મોટા અકસ્માત નાં બનાવો બને છે ત્યારે આ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે બંમ્પ બનાવી અકસ્માતોની ધટના રોકવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.