ત્રણ દિવસ ચાલનારા આ ઉર્સ મેળામાં હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મજાર દિદાર કરી ધન્યતા અનુભવશે..
પાટણ તા. ૨૫
રાધનપુરના ગોતરકા ગામે હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન હજરત દાદા હુસેન મુહિબ્બેઅલી લંગરી સુલતાનનો શનિવારે 401મો ઉર્સ (મેળો) યોજાયો હતો. ગોતરકા ગામે આવેલ દાદા મહાવલી સરકારની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાય છે અહીંયા દાદાના દરબારમાં લાખો હિન્દૂ મુસ્લિમ ભક્તો શ્રધ્ધા સાથે આવે છે અને દાદાની દરગાહમાં હાજરી આપી મજારના દર્શન કરી ધન્યતા અનુભવે છે,
ત્યારે દાદા મહાવલી સરકારનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે હર્ષઉલ્લાસ સાથે મેળો યોજાયો, આ મેળો 3 દિવશ સુધી ચાલે છે અને આ દિવસોમાં પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, સૌરાષ્ટ્ર સહીત અનેક જિલ્લાઓ માંથી લાખો શ્રદ્ધાળૂઓ દાદાની દરગાહના દર્શનાર્થે આવે છે.
દાદાની દરગાહમાં આવતા શ્રદ્ધાળૂઓ માટે કાયમી ભોજનાલય ચાલુજ રહે છે અને મેળાના 3 દિવસમાં દાતાઓના સહયોગ થી વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી ખાસ પ્રસાદી બનાવાવવા આવે છે.અને રોજના હજારો ભક્તો પ્રસાદીનો લાભ લે છે.
ત્યારે આ વર્ષે ઉનાળા ની ઋતુ હોવાથી 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ વારાહી જતવાડ યુવા સંગઠનના યુવાનો અને ઉર્ષ કમિટી ના સભ્યો દ્વારા દાદા ના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ તકલીફ ના પડે તેની માટે અલાયદિ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
જેમાં ગરમી હોવાથી ઠંડુ પાણી, ઠંડી છાસ, લીંબુ સરબત તેમજ પ્રસાદી તમામ ફ્રી માં આપવામાં આવી રહ્યું છે. ગરમીને કારણે કોઈ વ્યક્તીની તબિયત બગડે તો સ્થળ પરજ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરી જરૂરી સારવાર કરી દવાઓ પણ મફતમાં અપાઈ રહી છે.
દાદા મહાવાવલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાઈ છે કે જયારે જરૂર પડે તો તાત્કાલિક બીમાર વ્યક્તીને હોસ્પિટલ ખસેડી શકાય આમ આ વર્ષે પણ વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનત થી હર્ષોલ્લાસ અને શાંતિ પૂર્ણ માહોલ માં ઉર્ષ ઉજવાઈ રહ્યો છે અને લાખો હિન્દૂ મુસ્લિમ ભક્તો દાદાની દરગાહમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે.
અહેવાલ યશપાલ શ્યામી