google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી એલ.સી.બી. એ દબોચ્યો..

Date:

પાટણ તા. ૧૨
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાટણ એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સારૂ કરેલ સૂચનાને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે. પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાની નાસતા ફરતા આરોપીની યાદીમા રહેલ આરોપીઓ ની માહીતી મેળવી તેને પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસ માં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે હારીજ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦ ૯૨૩૦૬૪૨ પ્રોહી ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુનાના કામના નાસતા – ફરતા આરોપી રમેશ કેશારામ ખિલેરી (બિશ્નોઇ) રહે.પાલડી, તા.જી. સાંચોર રાજસ્થાન વાળો હાલમાં પાટણ નવજીવન સર્કલ પાટણ આગળ ઉભેલ છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી નાસતા ફરતા આરોપીને નવજીવન સર્કલ પાટણ ખાતેથી પકડી પાડી CRPC કલમ – ૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળ ની કાર્ય વાહી સારૂ હારીજ પો.સ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર માં ત્રિદિવસીય યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતગૅત લોકોને જાગૃત કરાયા…

પાટણ તા. ૧૦ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ..

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ.. ~ #369News