google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ઉનાળાની ગરમીમાં લોકો ને રાહત મળે તેવા હેતુથી પાટણ નવા ગંજ બજારની સંજયકુમાર એન્ડ કુ.નામની પેઢી દ્રારા ઠંડી છાસ નું વિતરણ કરાયું..

Date:

પાટણ તા. ૨૮
છેલ્લા એક સપ્તાહથી ગરમી નો પ્રકોપ ચરણ સીમાએ પહોંચ્યો છે સવારથી જ ગરમી પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવતી હોય લોકો ગરમીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે આવી બળબળતી ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠંડાપાણી તેમજ ઠંડી છાશનું વિતરણ કરી મહંદ અંશે બળબળતી ગરમીમાં લોકોને રાહત અપાવી રહ્યા છે.

પાટણ માર્કેટયાડ ના ચેરમેન ની પ્રેરણાથી પ્લોટ નંબર 51 મા વર્ષોથીકાર્યરત સંજયકુમાર એન્ડ કુ.નામની પેઢી દ્વારા ઉનાળા ની ગરમી માં નવાગંજ બજારમાં ખેત ઉત્પાદનનું વેચાણ કરવા આવતા ખેડૂતો તેમજ ગંજ બજારમાં મજૂરી કામ કરતા મજૂરો સહિત નાઓને નિ:શુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણ નવાગંજ બજારમાં સંજય કુમાર એન્ડ કુ પેઢી દ્વારા આવી કાળજાળ ઉનાળાની ગરમીમાં ઠંડી છાશ નું વિતરણ કરાતા લોકોએ આ પેઢીની સેવા પ્રવૃતિને બિરદાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા નું રૂ.૧.૮૨ કરોડ ની પુરાંત વાળુ બજેટ રજૂ કરાયું…

શહેરના તમામ વોર્ડ વિસ્તારને સ્વચ્છ બનાવવા અને ગંદકી ફેલાવતા...

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...

ભાજપ ઉતરઝોનની સંગઠન બેઠક સંગઠન મહામંત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ..

આગામી લોકસભાની ચૂંટણી સહિતના કાર્યક્રમો બાબતે વિચાર વિમર્શ કરાયો..પાટણ...