મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે સવારે ૮ વાગે ત્રણ દરવાજા થી ભવ્ય શોભાયાત્રા નિકળશે…
પાટણ તા. ૨૮
પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ૨૯ મે ને બુધવારે સવારે શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ્રખર પ્રવચનકાર મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મહારાજ આદિ ઠાણા નું પદાર્પણ થનાર છે. મુનિરાજ શ્રી પદાર્પણ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય દ્વારા ત્રણ દરવાજા થી સવારે ૮ કલાકે પ્રવેશની શોભાયાત્રા યોજાશે. જે મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કરી ને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં ધર્મસભા માં પરિવર્તિત થશે.
મુનિરાજ શ્રી ૨૯ મે થી ૩૧ મે સુધી ત્રણ દિવસ ની પાટણ માં સ્થિરતા કરશે, ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય નાં અગ્રણી અલ્કેશ શાહે જણાવ્યું કે મુનિરાજ શ્રી શંખેશ્વર તીર્થમાં આયોજિત આત્મોદ્ધાર સામુહિક દીક્ષા મહોત્સવ,વર્ષીતપ પારણા આદિ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ને તેઓશ્રી ના આગામી નિર્ધારિત થયેલા અમદાવાદ ચાતુર્માસ હેતુ સોમવારે શંખેશ્વર તીર્થ થી વિહાર કરેલ.
આ દરમિયાન પુર્વ માં રાજસ્થાન,મધ્યપ્રદેશ તેમજ ગુજરાત માં મુનિરાજ શ્રી ની નિશ્રામાં ઊપસ્થિત રહી ને ત્રિસ્તુતિક જૈન સંધ પાટણ ના અગ્રણીઓએ અનેક વખત મુનિરાજ શ્રી ને પાટણ પધારવા ની વીનંતી કરી તેનો સ્વીકાર કરી ને શંખેશ્વર તીર્થ થી વિહાર કરી ને બુધવારે સવારે ત્રણ દરવાજા થી મુનિરાજ શ્રી નું પાટણ મા પદાર્પણ થશે,
પાટણ ના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય મહારાજ ની નિશ્રામાં રહી ને મુનિરાજ શ્રી નિપુણ રત્નવિજયજી મહારાજ આદિ ઠાણા એ ૧૨૭૨ દિવસ સુધી નિરંતર પાટણ ની શ્રી સિદ્ધ હેમ જ્ઞાનપીઠ માં સંસ્કૃત પ્રાકૃત આદિ ભાષા નાં કઠીન ગ્રંથો નો અભ્યાસ કર્યો હતો,
મુનિરાજ શ્રી ના પાટણ પદાર્પણ ને લઈ ને ત્રિસ્તુતિક જૈન સંધ ના સદસ્યો સહિત સ્થાનિક અનેક લોકો માં ખુશી નું વાતા વરણ સર્જાયું છે, મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે પાટણના દરેક ધમૅપ્રેમીઓ ને ઉપસ્થિત રહેવા માટે અલકેશ શાહ, હસમુખભાઈ , ધીરુભાઈ શાહ,કમલેશ શાહ, ભરત ભાઈ શાહ, વિજય શાહ, ડો . રશ્મિ શાહ, ડો. રાકેશ શાહ, સંજયભાઈ મોદી આદિ એ જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી