fbpx

પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર આડેધડ પાર્ક થતા વાહનો અને લારી, ગલ્લા અને કેબિનો ના દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા..

Date:

પાટણ તા. ૨૮
પાટણ શહેરનો વિકાસ અને વિસ્તાર દિન પ્રતિ દિન વિસ્તરી રહ્યો છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુખાવો સમાન બની રહી હોય તેવા દ્રશ્યો અવાર-નવાર શહેરના મુખ્ય બજાર માર્ગ સહિત જનતા હોસ્પિટલ નજીક સર્જાતા જોવા મળી રહ્યા છે.

પાટણ શહેરના રેલવેના પ્રથમ ગરનાળાથી બગવાડા તરફ જવાના માર્ગ પર જનતા હોસ્પિટલ સામે સર્કલ પર અને આજુબાજુના વિસ્તારોમાં લોકો દ્વારા કરાતા આડેધડ વાહન પાર્કિંગ તેમજ ગેરકાયદેસરના લારી ગલ્લા અને કેબીનોના દબાણોના કારણે જનતા હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર સારવાર માટે લવાતા દર્દીઓની હાલત કફોડી બનતી હોય છે તો ક્યારેક ટ્રાફિકની સમસ્યાના કારણે દર્દીનો જીવ પણ મુશ્કેલી માં મુકાતો હોય છે.

પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા જનતા હોસ્પિટલના સત્તાધિશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કાયમી ધોરણે આ ટ્રાફિકની સમસ્યા નો કે આ વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદેસરના લારી ગલ્લા અને કેબીનો ના દબાણો દૂર કરાતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સહિત જનતા હોસ્પિટલ ના સંચાલકોને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે ત્યારે આ વિસ્તાર ની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરા કરણ માટે તેમજ ગેરકાયદેસરના લારી ગલ્લા અને કેબીનો દૂર કરવા માટે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ..

જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.. ~ #369News

સો ગોળ રોહિત સમાજ દ્રારા સામાજિક સુધારણા ની પહેલ અંતગૅત મહિલા સંમેલન બોલાવાયુ…

સામાજિક સુધારણાની પહેલમાં મહિલાઓની સક્રિય સામેલગીરી સરાહનીય બની.. પાટણ તા....

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા..

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા.. ~ #369News

સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ને પાટણ LCB ટીમે આબાદ ઝડપી..

સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ને પાટણ LCB ટીમે આબાદ ઝડપી.. ~ #369News