પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી..
સમસ્ત મુસ્લિમ સમાજે ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરી આવકાર્યા.
પાટણ તા. 15
પાટણ શહેરમાં 15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની કોમી એખલાસભયૉ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે દેશભક્તિના પવિત્ર પર્વમાં સમસ્ત મુસ્લિમ સમાજ પણ સહભાગી બન્યો હતો. અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનો શહેરના ગંજ શહિદપીર હુસૈની ચોક ખાતે થી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ,પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
આ તિરંગા યાત્રા શહેરના કસાવાડા, બુકડી, પાંચપાડા, ટાકવાડા, ઈકબાલ ચોક,રાજકાવાડો,લોટેશ્વર ચોક,લીમડીચોક, ફતેસિંહ લાઇબ્રેરી,રતનપોળ,ત્રણ દરવાજા, હિંગળાચાચર જુનાગંજ બજાર,ઝીણી રેત,નીલમ સિનેમા થઈને પુન: ગંજ શહીદ પીર હુસૈની ચોક ખાતે સંપન્ન બની હતી.
સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરાયેલ ભવ્ય તિરંગા યાત્રા ના આયોજન ને સફળ બનાવવા મુસ્લિમ સમાજના આગેવાન હસનખા બલોચ, ભુરાભાઈ સૈયદ, ઉસ્માનભાઈ શેખ, યાસીન સુમરા, ગુલાબખાન બલોચ, કાસમ અલી સૈયદ, કોર્પોરેટર મહંમદ હુસૈન ફારુકી્ હુસેનખા વકીલ, નજીર મિયા મલેક,ઈબ્રા હીમ હાજી,કોર્પોરેટર સમીમબાનુ સુમરા સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત સન્માન પણ કરવામા આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી