પાટણ તા. ૫
પાટણના જાણીતા બિલ્ડર અને અનેકવિધ સંસ્થા ઓ સાથે તન મન અને ધનથી સંકળાયેલા યુવા રાજકીય આગેવાન લાલેશભાઈ ઠક્કરના ભત્રીજા અને વિપુલભાઈ ઠક્કરના સુપુત્ર સ્વર્ગસ્થ નીલ ઠક્કર ના આકસ્મિક અવસાનને લઈને પરિવારજનો પણ આવી પડેલી દુઃખની ઘડીમાં અનેક સ્વજનોએ શોકાતુર પરિવારજનોને સાત્વના પાઠવી સ્વર્ગસ્થ નીલ ઠક્કરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે ત્યારે આ દુઃખની ઘડીમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય તેમજ જાણીતા ઉદ્યોગપતિ બલવંતસિંહ રાજપૂતે પણ લાલેશભાઈ ઠક્કરને શોક સંદેશ પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા નીલ ઠક્કરના આત્માને શાંતિ આપે અને પરિવાર જનોને આ દુઃખની ઘડીએ શક્તિ પ્રદાન કરે તેવી કામના વ્યક્ત કરી છે કેબિનેટ મંત્રીએ લખેલા શોક સંદેશમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રતિ,શ્રી, લાલેશ ભાઇ દલપતરામ ઠક્કર આપના સ્વજનશ્રી. સ્વ. નિલ વિપુલભાઇ ઠક્કર ના દુખદ અવસાનથી આપે એક સ્વજન ગુમાવ્યા છે. જેનું અમો દુઃખ અનુભવી એ છીએ. તેઓના અવસાનથી આપના કુટુંબમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ કેટલીક બાબતો કુદરતને આધીન હોય છે અને કુદરત સામે આપણે સૌ વામણા છીએ. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને સર્વે કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના….
ૐ શાંતિ..બલવંતસિંહ સી. રાજપૂત..
અહેવાલ યશપાલ સ્વામી