વિસ્તારના કોર્પોરેટર સહિત રહીશો દ્વારા કલેકટરને રૂબરૂ મળી જાહેર નામા નો ચુસ્તપણે અમલ થાય તેવી માગ કરશે.
પાટણ તા. ૨૨
પાટણ શહેરના માર્ગો પરથી ઓવરલોડ અને પૂર ઝડપે રેતી ભરીને પસાર થતાં ડમ્પર ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા અકસ્માત ના બનાવો સજૅતા અને આવા અકસ્માતના બનાવોમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોવા છતાં અને જિલ્લા કલેકટર દ્વારા શહેરી વિસ્તારના માર્ગો પરથી આવા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો ને પસાર નહિ થવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવા છતાં ડમ્પર ચાલકો કલેકટર ના જાહેરનામા નું સરેઆમ ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે.
ત્યારે શહેરના હેરિટેજ માર્ગે ગણાતા કાળકા મંદિરથી કનસડા તરફ ના માર્ગ પર આવા ડમ્પર ચાલકો કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી દિવસ દરમિયાન મોટી માત્રામાં ઓવરલોડ રેતી ભરીને પસાર થતા હોય જેના કારણે આ વિસ્તારના લોકોમાં અકસ્માત થવાની શક્યતાઓ પ્રબળ બની હોય જેને ધ્યાનમાં રાખીને બુધવારના રોજ વિસ્તાર ના કોર્પોરેટર મનોજભાઈ પટેલની આગેવાની હેઠળ રહીશો દ્વારા કલેક્ટરને રૂબરૂ મળી આવેદન પત્ર આપી કલેકટરના જાહેર નામાનું ચુસ્તપણે પાલન થાય અને આવા ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ તેવી રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી