પાટણ તા. ૧૨
પાટણ શહેર અને જીલ્લામાંથી પ્રોહી-જુગાર લગત
ની ગે.કા. પ્રવૃતિ દુર કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે.
પટેલના માર્ગદશન હેંઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી-જુગાર લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે સમી ના લાલપુર ગામે રામજી મંદીરની પાછળના ભાગે જાહેરમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગંજીપાનાથી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતાં ચાર ઇસમો નસીબખાન ઇબ્રાહીમખાન બલોચ રહે.વેડ તા.સમી જી.પાટણ,ખોડાજી હીરાજી ઠાકોર રહે.વેડ તા.સમી જી.પાટણ, સુરેશભાઇ ગંગારામભાઇ ઠાકોર રહે લાલપુર તા.સમી જી.પાટણ અને દિનેશજી માદેવજી ઠાકોર રહે લાલપુર તા.સમી જી.પાટણને રૂ. ૧૫ હજાર રોકડ, ત્રણ મોબાઇલ કિ. રૂ. ૩૦ હજાર મળી કુલ રૂ. ૪૫ હજારના મુદામાલ સાથે ઝડપી સમી પોલીસ મથકે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી સમી પોલીસ ચલાવી રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી